Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સોનુ સુદના કારણે બાળકીને નવજીવનઃ 4 હાથ-પગ સાથે જન્મેલી બિહારની અઢી વર્ષની બાળકીની સુરતમાં સફળ સર્જરી

sonu sood
, શુક્રવાર, 10 જૂન 2022 (12:26 IST)
બિહારમાં 4 હાથ અને 4 પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીના ઓપરેશનનો તમામ ખર્ચ સોનુ સુદ ઉઠાવશે. અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.બાળકીને સોનુ સૂદના કહેવા પર 30મી મેના રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી. તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી.બાળકીને 4 પગ, 4 હાથ છે અને પરિવાર પાસે સારવાર માટે રૂપિયા ન હોવાની વાત સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. આ વાત સોનુ સુદ સુધી આવી હતી. તેથી સોનુ સૂદે બાળકના ઓપરેશનની જાહેરાત કરી હતી. બાળકીની સફળ સર્જરી કરાઈ છે.હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે, ‘બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે. કલાકોના ઓપરેશન બાદ તેની સર્જરી થઈ શકી છે.’

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nirjala Fast benefits- નિર્જળા ઉપવાસ થી થતા આરોગ્યદાયી ફાયદા