baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિત શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક દીવમાં યોજાશે

amit shah gujarat
, શુક્રવાર, 10 જૂન 2022 (10:04 IST)
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ - દીવના દીવ જિલ્લામાં 11 જૂનના રોજ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક કરવામાં આવશે. દમણ - દીવના ઇતિહાસમાં પ્રથમ વખત આ બેઠક દીવમાં યોજાઈ રહી છે.
 
દીવના જલનધર સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજશે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને દાનહ અને દમણ - દીવના પ્રશાસક  પ્રફુલ પટેલ ઉપસ્થિત રહેશે. 
 
આ પ્રાદેશિક પરિષદમાં કેન્દ્ર અને રાજ્યોનું વધુ સંકલન અને આંતરિક સુરક્ષા, દરિયા કાંઠાની સુરક્ષા મેટ્રોપોલિટન પોલીસ વ્યવસ્થા સંબંધિત રાજ્યો દ્વારા અપરાધ અને ગુનેગારો વિશેની માહિતી આદાન પ્રદાન કરશે. 
 
આ સાથે જેલ સુધારણા, સાંપ્રદાયિક  સૌહાર્દ અને મહિલાઓ અને બાળકોનું રક્ષણ, સામાજિક આર્થિક સમસ્યાના ઉકેલો, રાષ્ટ્રીય રોજગાર ગેરંટી બિલનું અમલીકરણ, દરિયા કાંઠાની સુરક્ષા ઉપર ચર્ચા કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દીવમાં આઈએનએસ ખુકરીનું પર્યટકો માટે ખુલ્લું મુકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં અલકાયદાએ હુમલો કરવાની ધમકી આપતા ગાંધીનગરમાં વીવીઆઈપી વિસ્તારમાં સુરક્ષા સઘન કરાઈ