Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Nirjala Fast benefits- નિર્જળા ઉપવાસ થી થતા આરોગ્યદાયી ફાયદા

Health benefits of dry fasting

Nirjala Fast benefits- નિર્જળા ઉપવાસ થી થતા આરોગ્યદાયી ફાયદા
, શુક્રવાર, 10 જૂન 2022 (11:54 IST)
બધા ધર્મોમાં ઉપવાસ રાખવાનિ વિધાન છે ખાસકરીને હિન્દુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ ઉપવાસ રખાય છે. સાથે જ તન-મનની શુદ્ધિ અને વધતા વજનને ઓછુ કરવા માટે પણ ઉપવાસ કરાય છે. ઉપવાસના ઘણા પ્રકાર હોય છે જેમાંથી એક નિર્જળા ઉપવાસ છે જેને અંગ્રેજીમાં ડ્રાઈ ફાસ્ટિંગ કહીએ છે. આ ઉપવાસના દરમિયાન લોકો દિવસભર વગર અન્ન અને પાણી (ભોજન અને પાણી) ના રહે છે. તાજેતરના વર્ષોમાં નિર્જળા ઉપવાસનો ટ્રેંડ વધ્યો છે. જો તમે પણ ડ્રાઈ ફાસ્તિંગ કરવાના વિચારી રહ્યા છો તો આ વાત જરૂર જાણી લો.
 
- ડ્રાઈ ફાસ્ટિંગ (નિર્જળા ઉપવાસ) કરવાથી પહેલા તમાર શરીરને સંતુલિત જરૂર કરી લો. તેના માટે તમે એક અઠવાડિયા પહેલાથી ખૂબ પાણી પીવું. જેથી તમારા શરીરમાં પાણીની કમી ન થાય.  

- આ ઉપવાસને રાખવાથી પહેલા તમે ફ્રૂટ ફાસ્ટ, જ્યુસ ફાસ્ટ વગેરે સેવન કરી શકો છો. તેનાથી તમારી શારીરિક ક્ષમતાને જાણશો કે તમે કરી શકો છો કે નહીં
 
 કરી શકો. 
 
- જ્યારે  તમે પહેલીવાર નિર્જળા ઉપવાસ રાખો તો 12 કલાકથી વધારે ન રાખવું. શરીરમાં બીજી વસ્તુઓને બનવા અને તૈયાર થવામાં ઓછામાં ઓછા 24 થી 36 કલાક લાગે છે. 
 
- જો તમે ઉપવાસ દરમિયાન જો તમને ઉબકા, ઉલટી, મૂર્છા અને તીવ્ર તરસ લાગે તો ઉપવાસ તોડી નાખો.
 
- જો ટોક્સીનની સાથે ઉપવાસ કરો છો તો પછી ઉબકા, ઉલટી, મૂર્છા જેવી સમસ્યાઓ આવે છે.
 
- જ્યારે તમારો ઉપવાસ પૂર્ણ થઈ જાય તો તમે કાર્બનિક વસ્તુઓ જેમ સલાદ અને જ્યુસનો સેવન કરી શકો છો. નિર્જળા ઉપવાસનો ફાયદો ત્યારે જ જોવા મળે છે જ્યારે તમે તેને નિયમિત રૂપથી કરો છો. 
નિર્જળા ઉપવાસ કરવાથી શરીરને ઘણા ફાયદા હોય છે. 
આ બ્લ્ડ શુગર લેવલ નિયંત્રિત કરે છે. ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઘટાડે છે, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

How to care Furniture in Rain - વરસાદમાં ફર્નિચરની દેખરેખ