Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંગળીનાં ટેરવે પોલીસને જણાવો સમસ્યા

Webdunia
શનિવાર, 27 જાન્યુઆરી 2024 (13:48 IST)
surat police

ટેક્નોલોજીના પ્રસાર સાથે ટેક્નોલોજી સંબંધિત પ્રગતિમાં વધારો થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે વિવિધ ડોમેન્સમાં વધુ વ્યાપક  બની ગયું છે. આજના વિશ્વમાં, AI નો ઉપયોગ રચનાત્મક અને હાનિકારક બંને હેતુઓ માટે કરવામાં આવે છે. દેશના વડાપ્રધાને પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને લોકોને જાગ્રત રહેવાની અપીલ કરી છે.
 
 સુરત પોલીસે લોકોના આનો ઉપયોગ કરીને બેસ્ટ કાર્ય શરૂ કર્યુ છે. સુરત પોલીસે લોકોના કલ્યાણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ કર્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરે સુરત સાયબર મિત્ર ચેટબોટનું ઉદ્ઘાટન કર્યું, જે જાહેર સેવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
 
સુરત શહેર પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે એક મહત્ત્વની શરૂઆત કરવામાં આવી છે. AIનો ઉપયોગ કરી દેશમાં પહેલીવાર સુરત સાયબર મિત્ર ચેટબોટ શરૂ કરાયું છે. સુરતના નાગરિકો હવે એક ક્લીક પર કોઈપણ પ્રકારની સમસ્યાનું સીધું જ નિરાકરણ મેળવી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફરિયાદ કરવાથી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળશે. બીજા છેડેથી AI રોબોટ નાગરિકોને જવાબ આપશે.
 
વોટ્સએપ પર AI રોબોટ માર્ગદર્શન આપશે
પોલીસ દ્વારા 93285 23417 નંબર પર સુરત સાયબર મિત્ર ચેટબોટ તૈયાર કરાયું છે. ફરિયાદી મનપસંદ ભાષા સિલેક્ટ કરી તે ભાષામાં ફરિયાદ કરી શકસે. ગણતરીની સેકન્ડોમાં ફરિયાદીને સચોટ માહિતી આપતો જવાબ મળી જશે. આ ચેટબોટ થકી સુરતના નાગરિકો 24 કલાક ગમે તે સમયે તેનો ઉપયોગ કરી સાયબર ફ્રોડથી લઈને કાયદાકીય તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે.
 
દેશમાં આ પહેલું સાયબર મિત્ર ચેટ બોટ સુરત પોલીસે લોન્ચ કર્યું છે : અજય તોમર, સુરત શહેર પોલીસ કમિશનર
સાયબર મિત્ર ચેટબોટ અંગે સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યું કે AIનો ઉપયોગ કરી રોબોટ સાથેનું ચેટબોટ તૈયાર કરનાર સુરત પોલીસ સમગ્ર દેશમાં પ્રથમ છે. દેશના કોઈ પણ રાજ્ય કે શહેરની પોલીસ દ્વારા હજુ સુધી AI રોબોટનો ઉપયોગ કરાયો નથી. નાગરિકો એક ક્લીક પર કોઈ પણ સમસ્યાનું નિરાકરણ મેળવી શકશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments