Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરતમાં સારવાર લેવા આવેલી મહિલા બેભાન થઈ ઢળી પડી; ડોક્ટરે CPR આપી બચાવી લીધી

A woman who came to Surat for treatment fell unconscious
, શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (12:31 IST)
A woman who came to Surat for treatment fell unconscious
રાજ્યમાં થોડા સમયથી હાર્ટ-એટેકથી મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હોમિયોપથિક ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી. તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈ તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન જ મહિલા બેભાન થઈ ઢળી પડી હતી. જેથી તાત્કાલિક તબીબે CPR આપીને મહિલાનું હૃદય ફરી ધબકતું કરી મોતના મુખમાંથી ઉગારી હતી.

આ સમગ્ર ઘટના ડોક્ટરની ક્લિનિકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર એન્ડ ક્યોર હોમિયોપથિક ક્લિનિક આવેલું છે. જેમાં ડોક્ટર તરીકે અય્યાઝ ઘોઘારી કામ કરે છે. ગત 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષના શહેનાઝબાનો નામની મહિલા ગળામાંથી ભોજન નીચે ન ઊતરવા અને અશક્તિ અનુભવતા હોવાની ફરિયાદ સાથે ક્લિનિક આવ્યાં હતાં. ડો. અય્યાઝ મહિલાને શું તકલીફ થાય છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા. તે જ દરમિયાન શહેનાઝબાનો બેભાન થઈ ઢળી પડ્યાં હતાં.મહિલા અચાનક ઢળી પડતાં પહેલાં ડો. અય્યાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જ મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી. મહિલા એકદમ ઢળી પડતાં ડો. અય્યાઝે એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાશ સાથે પત્નીની 12 કલાકની મુસાફરી