Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં માતાએ 12માં માળેથી પુત્રને ફેંકી પોતે પણ લગાવી છલાંગ

સુરત
, સોમવાર, 23 એપ્રિલ 2018 (13:18 IST)
સુરતમાં પુત્રને 12માં માળેથી ફેંક્યા બાદ માતાએ પણ કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પાલ-અડાજણ વિસ્તારના સુતિયા યુનિવર્સલ એપાર્ટમેન્ટની માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ મારતા શંકાઓનો દોર શરૂ થઇ ગયો છે. જોકે, હાલમાં માતા-પુત્રની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
સુરત

અડાજણ વિસ્તારમાં આવેલી સુતિયા યુનિવર્સલ એપાર્ટમેન્ટની ચંચળબેન પરિવાર સાથે ભાડે આ સુતિયા યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી. આજે ચંચળબેન પાંચ વર્ષના પુત્ર અલ્કેશને લઈને 12માં માળે પહોંચ્યા હતાં. જ્યાં આત્મહત્યા કરતા પહેલાં મહિલાએ પહેલા પુત્રને નીચે ફેંક્યો હતો. અને બાદમાં તેઓ પણ કૂદી ગયા હતાં.સોસાયટીમાં ઘટનાનાં પગલે લોકો ઉમટી પડ્યા હતાં. જોકે, ઘટનાસ્થળે જ માતા-પુત્રની કરૂણ મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આપઘાતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VHP કાર્યકર્તાએ મુસ્લિમ ડ્રાઈવરને કારણે કેંસલ કરી ઓલા કૈબ, કંપનીએ આપ્યો આ જવાબ