Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કયા મુદ્દે વિધાનસભામાં ગુજરાત સરકારે જ મોદી સરકારનો પરપોટો ફોડયો

Webdunia
સોમવાર, 12 માર્ચ 2018 (12:39 IST)
મોદી સરકાર કોંગ્રેસ દ્વારા આરોપ મૂકાતો રહ્યો છેકે,યુપીએ સરકારની મોટાભાગની સરકારી યોજનાના માત્ર નામ બદલી ભાજપે પોતાના નામે યોજનાઓ શરુ કરી દીધી છે પણ એનડીએ સરકાર આ વાત માનવા રાજી નથી પણ ખુદ ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં આવી જ એક યોજના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છેકે, કોંગ્રેસના શાસન વખતે શરૃ કરાયેલી રાજીવ ગાંધી ખેલ અભિયાન યોજનાનું નામ બદલી ખેલો ઇન્ડિયા કરી દેવાયુ છે.

દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા બાદ નરેન્દ્ર મોદીએ ડૉ.મનમોહનસિંઘના વખતમાં શરૃ થયેલી અનેક સરકારી યોજનાના નામો જ બદલી નાંખ્યા છે જેમ કે,નિર્મલ ભારત અભિયાનનુ નામ બદલી સ્વચ્છ ભારત અભિયાન,ઇન્દિરા આવાસ યોજનાને પ્રધાનમંત્રી આવાસ યોજના નામ અપાયુ છે.જનઔષધિ સ્કિમને પ્રધાનમંત્રી જનઔષધિ યોજના,સ્વાવલંબન યોજનાને અટલ પેન્શન યોજના નામ આપી દેવાયુ છે.આવી ઘણી સ્કિમો ભાજપે પોતાના નામે કરી દઇને વાહવાહી લૂંટી છે. ગુજરાત વિધાનસભામાં માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે એવો પ્રશ્ન પૂછ્યો કે,રાજીવ ગાંધી ખેલ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને કોઇ ગ્રાન્ટ આપી છે તેના જવાબમાં સરકારે ખુદ એ વાતનો ખુલાસો કર્યો છેકે, આ યોજનાનુ નામ બદલાયુ છે. આ યોજનાનું નામ હવે ખેલો ઇન્ડિયા થયુ છે. અત્યાર સુધી ભાજપના સત્તાધીશો પણ કેન્દ્ર સરકારની વિવિધ યોજના પોતાની જ હોવાનો દાવો કરતા હતાં પણ હવે આ વાતનો પરપોટો ફુટી ગયો છે. કોંગ્રેસની યોજનાઓના પુન: નામ આપી યોજનાઓનુ માર્કેટિંગ કરવામાં આવી રહ્યુ છે. એક તરફ, ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રમોટ કરવા વાયદા વચનો આપવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ,મોદી સરકારે ગુજરાતને ખેલો ઇન્ડિયા યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭માં ગ્રાન્ટ રૃપે કાણી પાઇ આપી ન હતી. દર વર્ષે ગુજરાતમાં ખેલ મહાકુંભના નામે લાખો કરોડોનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે પણ હજુય રમતગમત ક્ષેત્રમાં ગુજરાત ઝાઝુ કાઠુ કાઢી શક્યુ નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રની 288 બેઠકો પર આજે મતદાન, કાકા-ભત્રીજા, ઉદ્ધવ-શિંદે અને BJPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

Cash-for-votes - મહારાષ્ટ્રમાં Cash for Vote ના મામલે FIR, બીજેપી નેતા વિનોદ તાવડે પર વોટર્સને પૈસા વહેચવાનો આરોપ

Valsad News - શિવલિંગ પર જળ ચઢાવી રહેલ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, એક જ ઝટકામાં થયુ મોત - CCTV ફુટેજ વાયરલ

Tirupati શું બિન-હિન્દુ કર્મચારીઓને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવશે? હવે દર્શન માટે AIનો ઉપયોગ કરવામાં આવશે

IPL 2025: શુ RCB માં થશે આ ખેલાડીઓનુ કમબેક ? આ છે સૌથી મોટા દાવેદાર

આગળનો લેખ
Show comments