Webdunia - Bharat's app for daily news and videos

Install App

મગફળીના મબલખ ઉત્પાદને ભાજપની રૂપાણી સરકારનું ટેન્શન વધાર્યુ

Webdunia
શનિવાર, 6 જાન્યુઆરી 2018 (13:16 IST)
આ વર્ષે ઈન્ડિયન ઓઈલસીડ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અંદાજ મુજબ ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. મગફળીના આ રેકોર્ડ બ્રેક ઉત્પાદનને કારણે વિજય રૂપાણીની સરકાર માટે નવો પડકાર ઊભો થયો છે.ખેડૂતોને ટેકાના ભાવ આપવાની બાબતે પહેલેથી જ રૂપાણી સરકાર ઘેરાવામાં છે. વિધાનસભાની ચૂંટણી સમયે મગફળી અને કપાસના ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોએ અવાજ ઊઠાવ્યો હતો. તેમાં મગફળીના રેકોર્ડ બ્રેક પ્રોડક્શનને કારણે રૂપાણી સરકાર માટે વધુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે.ખેડૂતોની ફરિયાદો દૂર કરવા માટે રાજ્ય સરકારે 6.77 લાખ ટન મગફળી મહત્તમ ટેકાના ભાવે ખરીદી લીધી છે. હવે મગફળીનું ઉત્પાદન વધતા ખેડૂતોને મગફળી ટેકાના ભાવ કરતા ઓછા ભાવે   વેચવાની ફરજ પડી રહી છે. આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા પ્રમાણે મગફળીની બજાર કિંમત પર હજુ દબાણ વધી શકે છે કારણ કે સરકાર માત્ર સારી ગુણવત્તા વાળી મગફળી જ ખરીદી રહી છે. બીજી બાજુ  મગફળી તેલના ઉત્પાદકો અને નિકાસકારો મગફળી ખરીદવામા સાવચેતી વર્તી રહ્યા છે. તેઓ નફા માટે 20 કિલો મગફળીની 800 રૂપિયા કિંમતનો અંદાજ મેળવી રહ્યા છે. જ્યારે સરકાર 20 કિલો માટે 900 રૂપિયા ટેકાના ભાવ આપી રહી છે.વર્ષ 2017-18માં થયેલુ મગફળીનું ઉત્પાદન 2016-17માં થયેલા ઉત્પાદન કરતા 2.5 લાખ મેટ્રિક ટન વધારે છે.  સરકાર 20 કિલો મગફળીના 900 રૂપિયા ભાવ આપી રહી છે આથી હમણા હમણાથી ખેડૂતો ઓછા ભાવે મંડીમાં મગફળી વેચવા આવી રહ્યા છે. જો કે તેમને પેમેન્ટમાં મોડુ થતુ હોવાથી ખેડૂતોને તેમનો પાક વધુ નીચી કિંમતે વેચવાની ફરજ પડે છે. APMC રાજકોટમાં શુક્રવારે મગફળીનો ભાવ રૂ. 650થી 850 જેટલો હતો જે ટેકાના ભાવ કરતા ઘણો નીચો છે.  અત્યારે વેપારીઓ ટેકાના એટલે કે 20 કિલોના 900 રૂપિયાના ભાવે મગફળી ખરીદવા તૈયાર નથી. આ વખતે મગફળીની ગુણવત્તા પણ કથળી છે. સરકાર માત્ર સારી ગુણવત્તાની જ મગફળી ખરીદી રહી છે. આનું કારણ એ છે કે પાકની ટેકાના ભાવે ખરીદી માટે કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે. આથી આ નિયમોમાં બંધ બેસે તેવો જ પાક ખરીદી શકે છે.  વિપુલ ઉત્પાદનને બદલે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કેટલીક નાણાંકીય અડચણો આવી હતી.નવી સરકારે આ મુદ્દાને ઘણી ગંભીરતાથી લીધો છે. પ્રથમ કેબિનેટ મીટીંગમાં પણ મગફળી ટેકાના ભાવે ખરીદવા અંગે નિર્ણય લેવાયો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ-કાશ્મીર - માતા વેષ્ણોદેવી ભવન માર્ગ પર ભૂસ્ખલન, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, એક શ્રદ્ધાળુ ઘાયલ

અમદાવાદમાં સોનીને વાતોમાં ભોળવીને ગઠિયો 4.29 લાખની કિંમતના ત્રણ મંગળસુત્ર ચોરી ગયો

ગુજરાત માથે વાવાઝોડાની મોટી ઘાત - ઓડિશાના ડિપ્રેશનની અસર ગુજરાતમાં દેખાશે, જાણો ક્યાં અપાયુ ઓરેન્જ અને યલો એલર્ટ

જ્યારે મારા પ્રાઈવેટ પાર્ટ પર વીંછીએ ડંખ માર્યો તો મેં હોટેલ સામે કેસ કર્યો અને કહ્યું- હવે...

પાકિસ્તાની મોલ હમણાં જ ખૂલ્યો હતો અને તે ખોલતાની સાથે જ લૂંટાઈ ગયો, અડધા કલાકમાં બધું સાફ થઈ ગયું

આગળનો લેખ
Show comments