Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવસારીમાં પૂરનો હાહાકાર: ૨૫૦થી વધુ રસ્તા ઠપ્પ અને તબાહીના મંજરની એક્સક્લુઝિવ તસવીરો

Navsari Flood
Navsari Flood
દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં પૂરની અત્યંત વિકટ અને વિનાશક પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે.
webdunia
Navsari Flood

 અંબિકા અને કાવેરી નદીઓનું રોદ્ર સ્વરૂપ

ઉપરવાસમાં ધોધમાર વરસાદથી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. નદીઓ ગાંડીતૂર બનતાં નજીકના અનેક ગામો અને સબ-વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
webdunia
Navsari Flood

  NDRF દ્વારા બિલીમોરામાં ૨૧ લોકોનું રેસ્ક્યૂ

નવસારીના બિલીમોરા વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ જતાં NDRFની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. જવાનોએ ભારે જોખમ વચ્ચે પહોંચીને પૂરમાં ફસાયેલા 21  નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
webdunia
Navsari Flood

ભાઠા ગામમાં માતા-બાળકનું દિલધડક રેસ્ક્યૂ

અંબિકા નદીના પૂરના પાણી ગણદેવી તાલુકાના ભાઠા ગામના ગોળા ફળિયામાં ઘૂસી જતાં એક માતા અને તેમનું માસૂમ બાળક ફસાઈ ગયાં હતાં. NDRFની ટીમે સમય સૂચકતા વાપરીને દિલધડક ઓપરેશન પાર પાડી બંનેનો જીવ બચાવ્યો હતો.
webdunia
Navsari Flood

 વલસાડમાં પોલીસ જવાનોની હિંમતભરી કામગીરી

નજીકના વલસાડ જિલ્લામાં પણ અવિરત વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા ૨૦થી વધુ લોકોને વલસાડ પોલીસે પોતાની જાનના જોખમે સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા.
webdunia
Navsari Flood

250 થી વધુ રસ્તાઓ ઠપ્પ અને સ્ટેટ હાઈવે બંધ

પૂરના પાણી ફરી વળવાના કારણે નવસારી-સુરત સ્ટેટ હાઈવે સહિત જિલ્લાના આશરે 250 થી વધુ રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ભેશતખાડા, કાશીવાડી અને રિંગરોડ જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.
webdunia
Navsari Flood

આશ્રયસ્થાનમાં પાણી ભરાતાં પૂરપીડિતોનું પુનઃ સ્થળાંતર

સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અગાઉ રેસ્ક્યૂ કરીને ટાટા હાઈસ્કૂલમાં રાખવામાં આવેલા લોકોને ફરીથી સ્થળાંતરિત કરવા પડ્યા હતા, કારણ કે સતત વરસાદને કારણે શાળાના પરિસરમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
webdunia
Navsari Flood

રાહત કામગીરી માટે આર્મીની તૈનાતી

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRF ઉપરાંત સ્પેશિયલ મિલિટરી બટાલિયન (આર્મી)ની મદદ લેવામાં આવી છે. આર્મીના જવાનોએ તુરંત મોરચો સંભાળી બચાવ કાર્ય તેજ બનાવ્યું છે.
webdunia
Navsari Flood

સંપર્ક તૂટ્યો અને કરોડોનું આર્થિક નુકસાન

પૂર્ણા નદીના પૂરમાં શહેરનો મુખ્ય ઓવરબ્રિજ ડૂબી જતાં પૂર્વ અને પશ્ચિમ નવસારીનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત અંબિકા નદી પરના પુલની સેફ્ટી રેલિંગ તૂટી ગઈ છે અને હજારો વાહનો તણાઈ જતાં કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન થયું છે.
webdunia
Navsari Flood

પાણી ઓસરતાં સામે આવી બરબાદીની તસવીર

વરસાદનું જોર ઘટતાં નદીઓનું જળસ્તર ધીમે ધીમે નીચે આવી રહ્યું છે, પરંતુ પાણી ઓસરવાની સાથે જ માર્ગો, પુલો અને જાહેર સંપત્તિઓનું થયેલું ભારે ધોવાણ સામે આવી રહ્યું છે. હાલ તંત્ર દ્વારા વીજળી અને રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે

webdunia
Navsari Flood

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વૈભવ સૂર્યવંશીએ પોતાના ખાસ સેલિબ્રેશન સ્ટાઈલની પાછળનુ ખોલ્યુ રહસ્ય, કહ્યુ - હુ કોઈપણ વસ્તુને હળવાશથી નથી લેતો