Publish Date: Sun, 07 Jun 2026 (08:36 IST)Updated Date: Sun, 07 Jun 2026 (08:39 IST)
ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા પોલીસે પ્રિ-મોન્સૂન વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપમાં NDRF, SDRF, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને ટ્રાફિક વિભાગના જવાનોને આધુનિક સાધનો અને બચાવ કામગીરી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
આગામી ચોમાસામાં શહેરવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્કશોપ દરમિયાન આપતકાલીન પરિસ્થિતિમાં ઉપયોગી વિવિધ ઉપકરણોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે બચાવ કામગીરી દરમિયાન અસરકારક સંકલન અને સરળ કોમ્યુનિકેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... વધુ વાંચો