Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ચોમાસું હવે ફરી જામશે, ૩ દિવસ ભારે વરસાદની આગાહી

Webdunia
મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (11:44 IST)
ગુજરાતમાંથી મેઘરાજાએ છેલ્લા બે સપ્તાહથી વિરામ લઇ લીધો છે. રાજ્યમાં હજુ સુધી ૧૨.૨૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૭.૦૯% વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની ૪૮% ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ગુરુવારથી શનિવાર દરમિયાન ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બંગાળની ખાડી પર આગામી ૧૭ ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થઇ શકે છે. હવામાન વિભાગના મતે ગુરુવારે નર્મદા-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે,અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-આણંદ-સાબરકાંઠા-અરવલ્લી-દાહોદ-પંચમહાલ-ખેડામાં મધ્યમ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-સાબરકાંઠા-અરવલ્લીમાં મધ્યમ જ્યારે શનિવારે ભરૃચ-સુરત-વલસાડ-તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર ૪૧થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે. ગુજરાતના જે જિલ્લામાં વરસાદની ૫૦%થી વધુ ઘટ છે તેમાં અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરા-ગીર સોમનાથ-જુનાગઢ-કચ્છ-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગત વર્ષે ૧૬ ઓગસ્ટ સુધી ૨૫.૨૬ ઈંચ સાથે મોસમનો ૭૭% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે ગત વર્ષ કરતાં અડધાથી પણ ઓછો ૩૭% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૩૯ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ હતો. જ્યારે આ વર્ષે ૫ તાલુકા જ એવા છે જ્યાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં ૫.૫૧ ઈંચ સીન્જ ૩૧.૭૩%, ઉત્તર ગુજરાતમાં ૮.૮૧ ઈંચ સાથે ૩૧.૨૩%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧.૦૬ ઈંચ સાથે મોસમનો ૩૪.૯૦%, સૌરાષ્ટ્રમાં ૯.૪૦ ઈંચ સાથે મોસમનો ૩૪.૧૧% અને દક્ષિણ ગુજરાતમાં ૨૪.૧૭ ઈંચ સાથે મોસમનો ૪૨.૦૧% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

આગળનો લેખ
Show comments