Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોર્ડ્સમાં 7 વર્ષ પછી જીતી ટીમ ઈંડિયા, આ 6 ટર્નિંગ પોઈંટથી મેચની બાજી પલટી

લોર્ડ્સમાં 7 વર્ષ પછી જીતી ટીમ ઈંડિયા, આ 6 ટર્નિંગ પોઈંટથી મેચની બાજી પલટી
, મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (09:10 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે લોર્ડસમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચને ટીમ ઈંડિયાએ પોતાને નામ કરી લીધી છે. 7 વર્ષ પછી ભારતીય ટીમ આ મેદાન પર જીતી છે. લોર્ડ્સમાં ભારતની આ ત્રીજી જીત છે. 
 
આ મુકાબલામાં ચાર દિવસની રમતમાં ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળી, પણ પાંચમા દઇવસે ગેમમાં એવો ટર્નિંગ પોઈંટ આવ્યો કે ભારતે ઈતિહાસ રચી દીધો. 5માં દિવસે ભારતીય ટીમના નીચલા ક્રમના બેટ્સમેનોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. બીજી બાજુ જ્યારે બોલરોનો વારો આવ્યો તો ભારતીય તેજ આક્રમણની આગળ ઈગ્લેંડના બેટ્સમેન લાચાર જોવા મળ્યા. 
 
એક રન પર ગુમાવી બે વિકેટ 
 
ઈગ્લેંડના બંને ઓપનિંગ બેટ્સમેન ખાતુ પણ ન ખોલી શક્યા. એકના સ્કોર પર ઈગ્લેંડની બએ વિકેટ પડી ચુકી હતી. ફોર્મમાં ચાલી રહેલા કપ્તાન જો રૂટ પણ કોઈ કમાલ ન બતાવી શક્યા. 
ટીમ ઈંડિયાએ ઈગ્લેંડને લોર્ડ્સ ટેસ્ટમાં 272 રનનુ ટારગેટ આપ્યુ હતુ. 
 
ટી બ્રેક પહેલા આપ્યો ઝટકો 
 
યુવા બેટ્સમેન હસીબ હમીદ અને કપ્તાન જો રૂટે ટીમને બચાવવાની કોશિશ કરી, બંનેયે ત્રીજી વિકેટ માટે 43 રનોની ભાગીદારી કરી, આ જોડી ખતરનાક થઈ રહી હતી ઈશાંત શર્માએ હમીદને LBW કરી ઈગ્લેંડને ત્રીજો ઝટકો આપ્યો. હમીદ 9 રન બનાવીને આઉટ થયા. ઈગ્લેંડને ચોથો ઝટકો ટી બ્રેક પહેલા મળ્યો. 
 
અંતિમ સેશનમાં જોરદાર પ્રદર્શન 
 
ટીમ ઇન્ડિયાએ અંતિમ સેશનની શાનદાર શરૂઆત કરી હતી. ટી બ્રેક બાદ પહેલી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે જો રૂટને સ્લિપમાં કોહલીના હાથે કેચ કરાવીને ઇંગ્લેન્ડને મોટો આંચકો આપ્યો હતો. ઈંગ્લેન્ડની 5 વિકેટ 67 રનમાં પડી ગઈ હતી.
 
બુમરાહ અને શમીએ બાજી સંભાળી 
 
ખરાબ લાઈટિંગને  કારણે ચોથા દિવસની રમત વહેલી બંધ કરી દેવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ સ્ટમ્પ સુધી 6 વિકેટના નુકશના પર 181 રન બનાવ્યા હતા. રિષભ પંત 14 અને ઇશાંત શર્મા 4 રને અણનમ  હતા, પરંતુ 5 માં દિવસે આ બે બેટ્સમેનોના આઉટ થયા બાદ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે ટીમની બાજી સંભાળી લીધી હતી. 
 
9મી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી 
 
શમીએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં જસપ્રીત બુમરાહ સાથે રેકોર્ડબ્રેક 9 મી વિકેટની ભાગીદારી કરી હતી. તેને પોતાના કેરિયરની બીજી હાફ સેન્ચુરી મારી હતી. શમીએ ઈનિંગની 106 મી ઓવરમાં મોઈન અલીની બોલ પર સિક્સર ફટકારીને પોતાની હાફ સેંચુરી પૂરી કરી. શમીએ 57 બોલમાં પોતાની ફિફ્ટી પૂરા કર્યા.  તેણે 70 બોલમાં અણનમ 56 રનની ઇનિંગ રમી . શમીએ 6 ચોગ્ગા અને 1 સિક્સર મારી. 
 
ટીમ ઈંડિયાએ યોગ્ય સમય પર દાવ ડિકલેર કર્યો 
 
ભારતીય ટીમે પોતાની બીજી ઇનિંગ 298 ના સ્કોર પર ડિકલેર કરી હતી. આ નિર્ણય ટીમ ઇન્ડિયાની તરફેણમાં રહ્યો. પ્રથમ દાવની લીડના આધારે ઇંગ્લેન્ડને આ મેચ જીતવા માટે 272 રનની જરૂર હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 391 રનમાં સમેટાઈ ગયો હતો. આ મેચ ભારતે 151 રનથી જીતી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે કોરોનાના ખર્ચને પહોંચી વળવાની જવાબદારી કલેક્ટરોની રહેશે