Webdunia - Bharat's app for daily news and videos

Install App

Todays Latest News Live - ગુજરાતમાં HMPV નો વધુ એક કેસ, 4 વર્ષનો બાળક પોઝિટિવ

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (13:31 IST)
સુરેન્દ્રનગર પાસે કેબિનેટ મંત્રીને અકસ્માત નડ્યો હતો. ત્યારે મંત્રીની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમ્યાન તેઓની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચોટીલા પાસે કેબિનેટ મંત્રી  રાઘવજી પટેલની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં જ્યારે મંત્રી રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયા છે . 



06:30 PM, 31st Jan
ઓલંપિક પહેલા ગુજરાતમાં આ સ્થાન પર રમાશે કોમનવેલ્થ ગેમ્સ, જુઓ મેદાનોની લિસ્ટ 
Gujarat Commonwealth Games 2030: ભૂપેન્દ્ર પટેલ સરકાર પ્રદેશના વિકાસ માટે સતત કામ કરી રહી છે.  આ ઉપરાંત ગુજરાત સરકાર વર્ષ 2036માં રમાનરા ઓલંપિક રમતોની મેજબાની પણ કરી રહ્યુ છે. આ ઉપરાંત ગુજરાત સરકારની નજર 2030ના કોમનવેલ્થ ગેમ્સ પર પણ છે.  એક બાજુ  2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રમતગમત ગામોનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ, ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું સ્થળ લગભગ નક્કી થઈ ગયું છે.

04:58 PM, 31st Jan
 દાહોદમાં અમાનવીયતાની હદ પાર, મહિલાને નિર્વસ્ત્ર કરી દોડાવી 
 
આજકાલ લોકોની માનસિકતા ખબર નહી ક્યા જઈ રહી છે.  કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવે કે તેને સતાવવાનો વિચાર પણ આવે તો લોકો તેના જીવ સાથે રમે છે કા તો સરેઆમ તેની આબરૂ લીલામ કરે છે. આવા જ એક કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે 14-15 લોકોનુ ટોળુ એક અર્ધનગ્ન મહિલા પાછળ દોડી રહ્યુ છે. આ મહિલાનો વાંક શુ છે અને તેની પર આવો અત્યાચાર કેમ કરવામાં આવી રહ્યો છે તેની હજુ સુધી વિસ્તૃત માહિતી મળી નથી. 


<

મહિલાના વસ્ત્રો કાઢીને બાઇક પાછળ સાંકળથી બાંધીને ઢસડી, દોડાવી, મારી!!!

દાહોદ | અમુક ઘટનાઓને સમાજને કલંકિત કરનારી ઘટનાઓથી પણ વિશેષ ઉપાધિ આપવી પડે. એવું જ કઈક થયુ છે ગુજરાતના દાહોદમાં..

35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક… pic.twitter.com/ak1ffS1Aag

— Sagar Patoliya (@kathiyawadiii) January 31, 2025 >

01:29 PM, 31st Jan
HMPV

ગુજરાતમાં  HMPV નો વધુ એક કેસ, 4 વર્ષનો બાળક પોઝિટિવ  
Gujarat 4 Year-old Boy Found HMPV Positive: ગુજરાત માં HMPV નો એક વધુ મામલો સામે આવ્યો છે. અહી સુધી કે 4 વર્ષના બાળકને HMPV થી પોઝિટિવ જોવા મળ્યો છે, જેની સારવાર એસજીવીપી હોસ્પિટલમાં ચાલી રહી છે.  

Gujarat 4 Year-old Boy Found HMPV Positive: ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુનોવાયરસ (HMPV) નો બીજો એક નવો કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં એક 4 વર્ષના બાળકનો HMPV ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેનાથી ગુજરાતમાં HMPV કેસની કુલ સંખ્યા 8 થઈ ગઈ છે. આ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. AMCના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે શહેરના ગોતા વિસ્તારનો બાળક હાલમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 

10:08 AM, 31st Jan


મહાકુંભના દર્શન માટે 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઇ ગયા

મહાકુંભ માટે એસટી વોલ્વો બસ શરૂ
ઉલ્લેખનીય છે કે આ બસ અમદાવાદના રાણીપથી દરરોજ સવારે 7 વાગ્યે ઉપડે છે. ડેપો પ્રયાગરાજ જવા રવાના થશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અને પ્રવાસન નિગમની સંયુક્ત પહેલ તરીકે 3 રાત/4 દિવસ માટે વ્યક્તિ દીઠ રૂ. 8100નું પેકેજ ફક્ત ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

95% ટિકિટ બુકિંગ
જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકિટ બુકિંગ નોંધાયું છે. ત્યારબાદ 27મી જાન્યુઆરીથી સાંજે 7 કલાકે એસી વોલ્વો બસ દરરોજ ગીતા મંદિર એસટી ડેપો, અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે ઉપડશે.

09:08 AM, 31st Jan
 
આગામી 27મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10માં 9 લાખ 17 હજાર અને ધોરણ 12માં 6 લાખ 21 હજાર મળીને કુલ 15 લાખ 38 હજાર જેટલા પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી અને તેમના વાલીઓની સાથે પરીક્ષા પૂર્વે અને પરીક્ષા સમય દરમિયાન કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ. તેને લઈને શિક્ષણશાસ્ત્રી અને મનોચિકિત્સકોએ તેમના પ્રતિભાવો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આપ્યા છે.
 
આવા સમયે પરીક્ષાર્થી અને તેના માતા પિતાએ પરીક્ષાને ધ્યાને રાખીને મુક્ત મને હળવા વાતાવરણમાં તૈયારીઓ કરવી જોઈએ. તેવો મત શિક્ષણ શાસ્ત્રી અને મ

09:02 AM, 31st Jan
વડોદરામાં વાતાવરણ ફેરબદલથી રોગચાળો વકર્યો હોવાની વાત સામે આવી છે,શરદી,ખાંસી અને તાવના કેસોમાં સતત વધારો થયો હોવાની વાત સામે આવી છે જને લઈ સરકારી હોસ્પિટલમા દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, તાપમાન ગગડતા કેસો વધ્યા હોય તેવી શકયતાઓ છે 
 

07:59 AM, 31st Jan

ગુજરાતના આ 5 સ્થળોએ મુસાફરો માટે શરૂ થશે 'રેલ કોચ રેસ્ટોરન્ટ', જાણો કેવી હશે સુવિધાઓ?
 
ગુજરાતમાં ટૂંક સમયમાં પાંચ નવી રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ થશે. પશ્ચિમ રેલવે અને અમદાવાદ રેલવે ડિવિઝન મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવિઝન સાબરમતી, આંબલી રોડ, મહેસાણા, ભુજ અને ગાંધીધામ સ્ટેશન પર આ રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરશે. આ વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાં જૂના, બિનઉપયોગી ટ્રેનના કોચમાંથી બનાવવામાં આવશે. તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને બેઠક વ્યવસ્થા હશે.

<

Five new rail coach restaurants will soon be set up across Gujarat.

Western Railway’s Ahmedabad Division will start these rail coach restaurants at Sabarmati, Ambli Road, Mehsana, Bhuj, and Gandhidham stations. These wheel-mounted restaurants will be created from old, unused… pic.twitter.com/As8ublVWN2

— Harsh Sanghavi (@sanghaviharsh) January 30, 2025 >

07:57 AM, 31st Jan
 
અમદાવાદ જીલ્લાનાં વિરમગામમાં કેટલાક શખ્સો દ્વારા પ્રેમપ્રકરણની અદાવત રાખી શિક્ષકની જાહેરમાં હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ હત્યાના તમામ આરોપીઓની પોલીસ ધરપકડ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

વધુ જુઓ..

નવીનતમ

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

How to clean Sandals:વેડિંગ પાર્ટીમાં પહેરવા માટે ખરીદ્યા છે સેન્ડલ, નવા તરીકે રાખવા આ રીતને અપનાવો

માથામાં વધતી ખંજવાળ ખોડો નહીં પણ ઈન્ફેકશનને કારણે પણ હોઈ શકે, જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

આગળનો લેખ
Show comments