Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબમાં જીવલેણ બન્યુ ધુમ્મસ, પિકઅપ વેને ટ્રકને ટક્કર, રસ્તા પર પથરાઈ લાશો, 9 નુ ઘટના સ્થળ પર જ મોત

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (12:56 IST)
punjab accident
પંજાબના ફિરોજપુર જીલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત થયો છે. પોલીસે કહ્યુ કે શુક્રવારે જીલ્લામાં ગાઢ ધુમ્મસ વચ્ચે એક પિકઅપ વેને કૈંટર ટ્રકને ટક્કર મારી. માર્ગ અકમાતમાં 9 લોકોના મોત થઈ ગયા.  બીજા અનેક ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. પોલીસે કહ્યુ કે પિકઅપ વૈન અને ટ્ર્ક વચ્ચે આ દુર્ઘટના ગુરૂહરસહાય ઉપ-મંડલના ગોલૂના મૌર ગામ પાસે થઈ છે.  
 
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ગુરુ હર સહાયના પોલીસ અધિક્ષક સતનામ સિંહે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ રોડ સેફ્ટી ફોર્સ (SSF) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને જલાલાબાદના ગુરુ હર સહાયની નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલોને ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.

<

STORY | Road accident in Punjab leaves nine dead

READ: https://t.co/PnEARzVD3f

VIDEO: #PunjabNews

(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/5cjMWnvdcI

— Press Trust of India (@PTI_News) January 31, 2025 >
 
વાનમાં 20 થી વધુ લોકો હતા
પોલીસે જણાવ્યું હતું કે પિકઅપ વાનમાં 20 થી વધુ લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના વેઈટર તરીકે કામ કરતા હતા, જેઓ જલાલાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે ધુમ્મસને કારણે પિકઅપ વાન ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે એક મોટો માર્ગ અકસ્માત થયો.
 
પંજાબ સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ
તમને જણાવી દઈએ કે પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે. આના કારણે, રસ્તાઓ પર દૃશ્યતા ઓછી રહે છે. વાહનો અથડાવાનો ભય રહે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

વધુ જુઓ..

નવીનતમ

How to clean Sandals:વેડિંગ પાર્ટીમાં પહેરવા માટે ખરીદ્યા છે સેન્ડલ, નવા તરીકે રાખવા આ રીતને અપનાવો

માથામાં વધતી ખંજવાળ ખોડો નહીં પણ ઈન્ફેકશનને કારણે પણ હોઈ શકે, જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

શું પેશાબ કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vasant Panchami 2025-પીળી સાડીથી લઈને અનારકલી સૂટ સુધી, આ આકર્ષક ડિઝાઇનર ડ્રેસ સંપૂર્ણ છે

આગળનો લેખ
Show comments