Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાહ રે દારૂબંધી - જામનગરમા 20 હજાર દારૂની બોટલ સાથે ટ્રક ઝડપાઈ

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2017 (15:39 IST)
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા વિવિઘ સ્થળો પર ટીમો બનાવR વોચ ગોઠવવામાં આવી હતી. જે અનુસંધાને ખંભાળિયા-ભાણવડ રોડ પર એક ટ્રકની તપાસ કરતાં તેમાંથી 20,124 નંગ દારૂની બોટલો મળી આવી હતી. આટલી મોટી માત્રામાં દારૂ જોઇ પોલીસ પણ એક સમયે ચોંકી ગઇ હતી. પોલીસે કુલ એક દોઢ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિધાનસભાની ચૂંટણી અનુસંધાને દારૂ-જુગારની બદી નાબુદ કરવા સૂચના આપવામાં આવી હતી, જે સબબ ખંભાળિયા પોલીસ મથક દ્વારા વિવિધ સ્થળો પર અલગ-અલગ ટીમો બનાવીને વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે ગુરુવારે વહેલી સવારે ખંભાળિયા-ભાણવડ રોડ પર સ્થિત ગુંદમોરા પ્રાથમિક શાળા પાસેથી HR-61C-4679 ટ્રક પસાર થઇ રહ્યો હતો. પોલીસે ટ્રકને રોકીને તપાસ હાથ ધરી હતી. ટ્રકમાંથી જૂદી-જૂદી બ્રાન્ડની ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલો તથા ચપટા મળી કુલ 20,124 નંગ દારૂનો જથ્થો  કુલ દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments