ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે CRPF અને BSFના 32000 જવાન તૈનાત રહેશે. જ્યારે 55000 પોલીસકર્મીઓ પણ ખડેપગે સુરક્ષામાં હાજર રહેશે. હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરના રોજ યોજાઈ રહી છે. ત્યારે 10000 સેનાના અને 14 હજાર પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે થઈ શકે છે. ચૂંટણી કમિશનના કહેવાનુંસાર કેન્દ્રીય સશસ્ત્ર બળોની 320 કંપનીઓ ગુજરાત ચૂંટણી વખતે સુરક્ષામાં તૈનાત રાખવામાં આવશે. જ્યારે હિમાચલમાં માત્ર 100 કંપનીઓ જ તૈનાત રહેશે.