Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની આઇ-ક્રિયેટને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી વર્લ્ડ કલાસ ઇન્સ્ટીટયૂટ બનાવાશે

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (18:28 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંઘે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે લીધી હતી. ડૉ. જિતેન્દ્રસિંઘના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ ગુજરાતના આઇ-ક્રિયેટની ગતિવિધિઓ અને પ્રગતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલું છે. 
 
આ મુલાકાત દરમિયાન તેમણે આઇ-ક્રીયેટની પ્રવૃત્તિઓ નિહાળીને સવલતોનું પણ નિરીક્ષણ કર્યુ હતું. એટલું જ નહિ, સેન્ટરના ઇન્કયુબેટીઝ સાથે પણ સંવાદ કરી માહિતી મેળવી હતી.  આ સેન્ટરમાં સફળતાપૂર્વક હાથ ધરાયેલા પ્રોજેકટસ નિહાળીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રભાવિત થયા હતા અને સંતોષ વ્યકત કર્યો હતો.
 
મુખ્યમંત્રી સાથેની બેઠક દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ આઇ-ક્રિયેટને વર્લ્ડ કલાસ ઇન્સ્ટીટયૂટ બનાવવા માટેના જુદા જુદા પાસાંઓ, બાબતો અંગે ગહન પરામર્શ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતમાં આ આઇ-ક્રિયેટ એકમાત્ર સંસ્થા છે અને તેને આવનારા સમયમાં વિશ્વકક્ષાનું સંસ્થાન બનાવવા કેન્દ્ર-રાજ્ય સરકાર સાથે મળીને આગળ વધે તે આવકાર્ય છે.
 
મુખ્યમંત્રીએ પણ વડાપ્રધાનની ‘નયા ભારતના નિર્માણ’ની સંકલ્પના સાકાર કરવા આ સંસ્થાનને શ્રેષ્ઠ સંસ્થાન બનાવવામાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments