Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડામાં યુવતી લવ જેહાદનો શિકાર બની, લોકોની જલદ કાર્યક્રમો યોજવાની ચીમકી

રીઝનલ ડેસ્ક
ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (12:30 IST)
ખેડા નગરમાં રહેતી 24 વર્ષીય યુવતીને નગરનો લઘુમતી સમાજનો યુવક ભગાડી જતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસના ઢીલા વલણ સામે બુધવારે હિન્દુ જાગરણ મંચે વિશાળ રેલી યોજી જો યુવતીને 24 કલાકમાં હાજર નહીં કરાયતો જલદ કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. 
યુવકનો પરિવાર ખેડામાં ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ખેડા નગર  ઉપરાંત આણંદ જિલ્લામાં પણ અગાઉ આ પ્રકારના અનેક કિસ્સા નોંધાયા હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.ખેડા નગમાં રહેતા એક પરિવારની 24 વર્ષીય દીકરી સાથે નગરમાં રહેતા એક લઘુમતી કોમના યુવકે મિત્રતા કેળવી હતી. 
આ યુવક યુવતીના ઘર પાસેથી જ બાઇક લઇને આવતો-જતો હોવાથી તેણે યુવતીને ફોસલાવાનું શરૂ કર્યું હતું. રખડપટ્ટી કરતો શોહેબ મોમીન યુવતીને પોતાની જાળમાં ફસાવવા માટે વસ્તુઓ લાવી આપતો હતો. યુવતી સંપૂર્ણપણે જાળમાં ફસાઇ ગયા બાદ બુધવારે શોહેબ પ્લાન મુજબ યુવતીને ભગાડી ગયો હતો. જે મામલે પરિવારજનો દ્વારા ખેડા ટાઉન પોલીસ મથકે અરજી આપવામાં આવતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 
જોકે કેટલાક લોકોએ આ કૃત્ય આચરવા માટે શોહેબને આર્થિક મદદ કરવામાં અને યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. ખેડા નગરમાં બુધવારે હિન્દુ જાગરણ મંચ દ્વારા રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને રજૂઆત કરવાની સાથે સાથે 24 કલાકમાં દીકરીને હાજર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો 24 કલાકમાં દીકરી પરત નહીં આવે તો જલદ કાર્યક્રમ આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મણિપુરમાં ફરી હિંસા ભડકી, CM બિરેન સિંહના ઘર પર હુમલો, 23 લોકોની ધરપકડ, ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

અમિત શાહને ઈમરજન્સી કોલ આવ્યો! મહારાષ્ટ્રની તમામ ચૂંટણી સભાઓ કેન્સલ કરી અને તરત જ દિલ્હી પહોંચ્યા

મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદકતુલા

AAp ના Kailash Gehlot રાજીનામું આપ્યું ત્યારે ભાજપે તેમનું સ્વાગત કર્યું.

ભારતમાં ટામેટાં કેમ સસ્તા થયા? કિંમતોમાં 22.4 ટકાનો ઘટાડો થયો છે

આગળનો લેખ
Show comments