Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Photos - અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ, 55 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે

International Kite Festival
, સોમવાર, 8 જાન્યુઆરી 2024 (13:39 IST)
International Kite Festival

- આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ

 - વડાપ્રધાન અને ગુજરાતના  તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ  બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી
- આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ માં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ભાગ લીધો
 
International Kite Festival
International Kite Festival
 
International Kite Festival - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,ગુજરાતના સર્વાંગી વિકાસના પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદૃષ્ટિ સાથે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિનો આવતા અઠવાડિયેથી પ્રારંભ થઈ રહ્યો છે.સામાન્યમાં સામાન્ય માનવીને આર્થિક પ્રગતિનો લાભ મળે, આવક વૃદ્ધિ અને રોજગાર સર્જનથી ગુજરાતની પ્રગતિ વધતી રહે તેવી 'પ્રો પીપલ અભિગમ'ની પરંપરા વડાપ્રધાનએ વિકસાવી છે.
International Kite Festival
International Kite Festival
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ માં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૮ જાન્યુઆરીએ વડોદરા, ૯ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, ૧૦ જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, ૧૧ જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, ૧૨ જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ ૭થી ૧૩ જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે ૭થી રાત્રે ૯ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
International Kite Festival
International Kite Festival
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સહભાગી દેશોની વાત કરીએ તો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહેરિન, બેલારૂસ, બેલ્જિયમ,  બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, ઈટલી, જાપાન, જોર્ડન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ,  મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્લોવાકિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, થાઈલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુક્રેન, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ જેવા દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
International Kite Festival
International Kite Festival
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૨ રાજ્યોના ૬૮ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે
બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિળનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
International Kite Festival
International Kite Festival
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજો સહભાગી થયા
અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, કચ્છ, બોટાદ, ગાંધીનગર, જસદણ, જૂનાગઢ, ખેડા, લુવારા, મોટા ભાડિયા, નવસારી, ઓડ, પાટણ, રાજકોટ, રાણપુર, સાબરકાંઠા, સાવરકુંડલા, સુરત, થાનગઢ અને વડોદરાના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
International Kite Festival
  International Kite Festival

 
International Kite Festival

International Kite Festival
International Kite Festival

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વોટ્સએપ વાપરવા ચૂકવવા પડશે પૈસા!