Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

modi
, સોમવાર, 8 જાન્યુઆરી 2024 (11:16 IST)
- PM  મોદી 9 જાન્યુઆરી  ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ
- UAEના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન રોડ શોમાં ભાગ લેશે
-  ભારત અને UAEના સંબંધો વધુ મજબૂત બનશે
 
PM Modi Gujarat visits: વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. આજથી થી 10 જાન્યુઆરીના આ પ્રવાસ દરમિયાન તે ગાંધીનગરના મહાત્મા મંદિરની મુલાકાત લેશે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. હાલ પીએમ મોદીના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવ્યો છે.તે 9મી જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે, વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. બપોરે 3 વાગ્યે તેઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન.

ત્યારબાદ, પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીનાં રોજ સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે,તેમ જ પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે, જ્યાં સાંજે લગભગ 5:15 વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટએ વૃદ્ધિ, વિકાસ, વ્યાવસાયિક જોડાણ, જ્ઞાન વહેંચણી અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચોમાંના એક તરીકે વિકસ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતનાં ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે.

જેની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. સમિટની આ દસમી આવૃત્તિને વાઇબ્રન્ટ ગુજરાત સફળતાના શિખર સંમેલન તરીકે ઉજવશે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.સમિટમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્ટેઇનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યૂએબલ એનર્જી તથા સસ્ટેઇનેબિલિટી તરફ ટ્રાન્ઝિશન જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધ આર્ટ, ટેકનોલોજીમાંથી બનેલી પ્રોડકટનું પ્રદર્શન કરશે. ઇ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઇ, બ્લૂ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કેટલાક સેન્ટર્સ સેક્ટર્સ ટ્રેડ શોમાં સામેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bilkis Bano Case માં SC મોટો નિર્ણય, ગુનેગારોની સમય પહેલા જેલમુક્તિનો આદેશ રદ