Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોંઘવારીમાં વાલીઓને ઝટકો, સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં રૃ. ૫૦થી રૃ. ૧૦૦નો વધારો

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (11:33 IST)
શાળાના નવા સત્રનો સોમવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આવતીકાલથી બાળકો અભ્યાસક્રમના જ્યારે વાલીઓ ખર્ચના નવા બોજ હેઠળ દબાઇ જશે. કેમકે, નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ રીક્ષાના ભાડામાં રૃપિયા ૫૦નો અને સ્કૂલ વાનના ભાડામાં રૃપિયા ૧૦૦નો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬ બાદ પ્રથમવાર સ્કૂલ રીક્ષા-સ્કૂલવાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ ૨૦૧૬ સુધી સ્કૂલ રીક્ષામાં ઓછામાં ઓછું ભાડું રૃ. ૩૫૦ હતું. ૨૦૧૬ના શૈક્ષણિક સત્રમાં ઓછામાં ઓછું ભાડું રૃ. ૫૦૦ અને હવે રૃ. ૫૫૦ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં સરેરાશ સાડા ત્રણ લાખ બાળકો સ્કૂલ રીક્ષા-સ્કૂલવાન દ્વારા સ્કૂલ જતા હોય છે. આ અંગે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 'પેટ્રોલ, સી.એન.જી.,મોંઘવારી કૂદકેને ભૂસકે જે રીતે વધી રહી છે તેના કારણે અમારે નાછૂટકે ભાડામાં વધારો કરવો પડયો છે. મોંઘવારીને કારણે અમારા ડ્રાઇવરો પણ પગાર વધારો માગે છે. આ ઉપરાંત સરકારે સ્પિડ ગવર્નર ફિટ કરવાનું ફરજીયાત કર્યું છે અને તેના માટે અમારે રૃ. ૪ હજાર ખર્ચવા પડે છે. વીમાનું પ્રીમિયમ પણ વધ્યું છે. અમારા પરના આ તમામ ખર્ચનો બોજો આખરે વાલીઓ પર જ પડવાનો છે. ' આરટીઓના નિયમ અનુસાર સ્કૂલ રીક્ષામાં વધુમાં વધુ ૬ અને સ્કૂલવાનમાં ૧૪ બાળકોને બેસાડી શકાય છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું છે કે, 'નક્કી કરવામાં આવેલી ફી જૂનથી મે મહિના સુધીમાં વાલીઓએ બારે માસ આપવાની રહેશે. જે વાલીઓના વેકેશનના નાણા ચૂકવવાના બાકી હશે તેવા વાલીઓને સ્કૂલ રીક્ષા તેમજ સ્કૂલવાનની નવી સર્વિસ પૂરી પાડવામાં નહીં આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

Jana Neta Review In Gujarati: ટોકિઝમા રજુ થઈ જન નાયકન, જાણો કેવી છે થલાપતિ વિજયના કરિયરની અંતિમ ફિલ્મ

ગુજરાતી જોક્સ - Fox નુ બહુવચન

ગુજરાતી જોક્સ - સૌથી લાંબી જીભ

ગુજરાતી જોક્સ -બાથમાં

ચાઈના ગેટમાં ડાકુના રોલ માટે 50 દિવસ સુધી ન્હાયો નહોતો આ અભિનેતા, 4000 કરોડની રામાયણમા બન્યો છે અગસ્ત્ય મુનિ

આગળનો લેખ
Show comments