પોતાની પ્રાથમિકતાઓની યાદીમાં ભલે ઘર ખરીદવુ સૌથી ઉપર હોય પણ શુ હાલ તમારે માટે મકાન ખરીદવુ યોગ્ય છે કે નહી ... ? આ નિર્ણય સમજી વિચારીને લેવાની જરૂર છે અને એ પહેલા જરૂરી છેકે માણસ પોતાની જરૂરિયાતો પોતાની આર્થિક સ્થિતિ શહેરમાં પ્રોપર્ટીની કિમંત અને ભાડુ આ બધી સ્થિતિને સારી રીતે સમજી વિચારી લે.
ઘર ખરીદવાનુ સપનુ તો બધા જુવે છે પણ એક મધ્યમ વર્ગના પ્રોફેશન માટે જે શહેરમાં તે કામ કરે છે ત્યા રહેવા માટે ઘર ખરીદવુ હંમેશા ફાયદાનો સોદો નથી હોતો. ખાસ કરીને શહેરમાં પ્રોપર્ટીની કિમંત અને ભાડા વચ્ચેના અંતરને જોતા ક્યારેક ક્યારે ભાડાના મકાનમાં રહેવામાં વધુ સમજદારી હોય છે. જો એક પારંપારિક રૂપે પ્રોપર્ટી ખરીદવી હંમેશા ફાયદાનો સૌદો માનવામાં આવે છે.
બજાજ કૈપિટલ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ બજાજનુ માનવુ છે કે આમ તો ઘર ખરીદવા પર તમે સારુ રોકાણ કરી જ રહ્ય છો પણ એ સ્થિતિમાં જ્યારે તમારી પાસે ડાઉન પેમેંટ આપવા માટે રોકડ હોય અને સાથે જ તમે એ શહેરમાં લાંબા સમય સુધી રહેવાનુ વિચારતા હ્ય. પણ એ પણ જુઓ કે શહેરમાં ભાડાની રકમ પ્રોપર્ટીની કિમંતોનો મુકાબલો કરી રહી હોય. પણ તેમ છતા ક્યારેક ક્યારે મકાન ભાડા પર લેવુ જ શ્રેષ્ઠ હોય છે.. ખાસ કરીને તેમને માટે જેવો એ શહેરમાં વસવા નથી માંગતા કે જેમની વારેઘડીએ ટ્રાંસફર થાય છે.
ભાડા પર રહેવાનો ફાયદો એ પણ છે કે તમે તમારી સીમિત આવકમાં ક્યારેય તમારી જીવનશૈલી મુજબ મકાન લઈ શકો છો. જે આમ તમારા બજેટની બહાર હોય. જો આપણે કેટલાક શહેરોને જોઈએ તો તેમા ભાડા પર રહેવા અને ખરીદવાનુ કારણ સ્પષ્ટ હોય છે.
બેંગલુરુ જેવા શહેરમાં જ્યા દેશભરમાંથી આવેલા નોકરિયાત લોકોની મોટી સંખ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભાડુ લગભગ 38 ટકા વધે છે. જ્યારે કે પ્રોપર્ટીની કિમંતો લગભગ 13 ટકા આવામાં 15 લાખ વાર્ષિકથી વધુનો પગાર હોય તેમણે જ અહી પ્રોપર્ટી ખરીદવા વિશે વિચારવુ જોઈએ.
આમ તો ચેન્નઈમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રોપર્ટીની કિમંતોમાં ઘટાડો થયો છે. પણ ભાડાના 10 ટકાની દરથી વધે છે.. અહી પણ 20 લાખથી વધુના પગારવાળા પ્રોફશનલ્સ માટે મકાન ખરીદવુ સારુ રહેશે.
દિલ્હી એનસીઆરમાં ભાડામાં જોકે ખૂબ વધારો થયો છે પણ દિલ્હીમાં પ્રોપર્ટીની કિમંત દેશમાં બીજા નંબર પર છે. આવામાં અહી ભાડાથી રહેવુ જ યોગ્ય છે. મુંબઈ ભાડાથી રહેવા અને ઘર ખરીદવા બંને દ્રષ્ટિએ ખૂબ જ મોંઘુ શહેર છે. પણ ભાડુ વધુ હોવા છતા અહી ભાડેથી રહેવામાં જ સમજદારી છે.
ક્યારેય પણ આંખો બંધ કરીને મકાન ન ખરીદશો.. એ પહેલા એ શહેર અને તમારી આર્થિક સ્થિતિ અંગે બરાબર સમજી લો. મકાન ખરીદતા પહેલા આટલી મોટી લોન તમારા માથા પર લેતા પહેલા તમારી જરૂરરિયાતો અને તમારી આર્થિક કંડીશન અંગે જાણી લો કારણ કે આ નિર્ણય તમારી આર્થિક સ્થિતિ પર લાંબા સમય સુધી અસર નાખતી રહેશે.