કાશ્મીરી પંડિતો પર બનેલી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. હવે બોલિવૂડના વધુ એક દિગ્દર્શક વિનોદ કાપરી તેમની આગામી ફિલ્મ 'ગુજરાત ફાઇલ્સ' બનાવવા માટે તૈયાર છે. તેણે આ અંગે ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પણ કર્યા છે.
'પીહુ', 'મિસ થનકપુર હાજીર હો' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા વિનોદ કાપરીએ આ ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે અને કહ્યું છે કે, '#GujaratFiles'ના નામે ગુજરાત ફાઇલ્સ, તથ્યોના આધારે. હું એક ફિલ્મ બનાવવા તૈયાર છું અને તેમાં તમારી ભૂમિકાનો પણ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવશે. શું તમે આજે દેશની સામે મને ભરોસો આપશો કે નરેન્દ્ર મોદી જી ફિલ્મની રિલીઝને અટકાવશે નહીં?'
ત્યારબાદ વિનોદ કાપરીએ વધુ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેણે લખ્યું છે કે, 'મારા આ ટ્વીટ પછી મેં કેટલાક નિર્માતાઓ સાથે વાત પણ કરી હતી. તે #GujaratFiles બનાવવા માટે તૈયાર છે. તેમને બસ એ ખાતરીની જરૂર છે કે વડાપ્રધાન જે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરી રહ્યા છે, તે જ ખાતરી તેમણે આ ફિલ્મ માટે પણ આપવી જોઈએ.
તમને જણાવી દઈએ કે વિનોદ કાપરીએ આ ટ્વિટ વડાપ્રધાનના એક વીડિયોવાળા ટ્વિટ પર કર્યું છે, જેમાં તેઓ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પછી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. આ વીડિયોમાં પીએમ કહેતા જોવા મળી રહ્યા છે, 'જે લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઝંડો લઈને ફરે છે, તે આખી જમાત છેલ્લા 5-6 દિવસથી ચોંકી ગઇ છે. તેઓ તથ્યોના આધારે નહીં, પરંતુ કલાના આધારે ચર્ચા કરી રહ્યા છે. કોઈ સત્ય ઉજાગર કરવાની હિંમત કરે તો તેણે જે સત્ય લાગ્યું તે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સત્યને સમજવાની તૈયારી નથી કે દુનિયા જોવાની મંજુરી નથી, પ્રકારનું ષડયંત્ર 5-6 દિવસથી ચાલી રહ્યું છે.