Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફાઈટર પ્લેન કેવી રીતે થયુ ક્રેશ ? ભારતીય વાયુસેનાએ બતાવ્યુ કારણ

jaguar fighter jet crashes
, ગુરુવાર, 3 એપ્રિલ 2025 (10:57 IST)
ભારતીય વાયુસેનાનુ ફાઈટર પ્લેન ગુજરાતના જામનગરમાં ક્રેશ થયુ અને દુર્ઘટનામાં એક પાયલોટનો જીવ જતો રહ્યો. આ દુર્ઘટનાને લઈને ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યુ છે. જેમા દુર્ઘટના થવાનુ કારણ બતાવ્યુ છે. સાથે જ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. ભારતીય વાયુસેના તરફથી ટ્વીટ આવ્યુ છે. જેમા દુર્ઘટના થવાનુ કારણ બતાવ્યુ છે.  સાથે જ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ભારતીય વાયુસેના તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ છે કે ગુજરાતના જામનગર એયરફીલ્ડથી ઉડાન ભરી રહેલ IAF જગુઆર 2 સીટર વિમાન રાત્રિ મિશન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. 
 
 પાઇલટ્સને વિમાનમાં આવેલ ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો અને તેમને ખબર પડતાં જ તેમણે વિમાનને રહેણાંક વિસ્તારમાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધું, જેના કારણે એરફિલ્ડ અને સ્થાનિક લોકોને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ કમનસીબે એક પાઇલટનુ ગંભીર રૂપે ઘાયલ થવાનેને કારણે મૃત્યુ થયું, જ્યારે બીજાની જામનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. IAF જાનહાનિ પર ઉંડુ દુઃખ વ્યક્ત કર્યુ છે અને શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂતીથી ઉભું છે. અકસ્માતના કારણો શોધવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે અને ત્યારબાદ આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
 
જમીન પર પડતાની સાથે થયા ટુકડા અને લાગી ભીષણ આગ 
ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે, ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાને જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી અને આ ઉડાન પ્રેક્ટિસ માટે હતી, પરંતુ ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ. ક્રેશ થવાના ડરથી, બંને પાઇલટ્સે વિમાનને ખાલી જગ્યા તરફ વાળ્યું. દરમિયાન, વિમાન જામનગર શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર સુવરદા ગામની બહાર એક ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કમોસમી વરસાદ પછી હીટવેવનુ એલર્ટ, IMD એ જણાવ્યુ કેવુ રહેશે આગામી 6 દિવસનુ હવામાન