Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો, કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર હોવા છતાં કોઈ જોખમ નથી,

Webdunia
શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (14:17 IST)

કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો, કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર હોવા છતાં કોઈ જોખમ નથી, જોખમ નથી, આજે સવારે 12:58 કલાકે કેવડિયામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો

 સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 2.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કેવડિયાથી માત્ર 34 કિ.મી. નોંધાયું હતું. જોકે, નર્મદા ડેમને કોઈ ખતરો નથી, કારણ કે, નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ તૂટે નહીં એવો મજબૂત છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે, આજે સવારે 12:58 કલાકે કેવડિયામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત છે.
 
આ પહેલા 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો
ગત 8 જુલાઇએ એક મહિના પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિમી નોંધાયું હતું અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું હતું.
 
કાલે જામનગરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો
આ પહેલા ગઇકાલે બુધવારે જામનગર શહેરમાં આજે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4.3ની તીવ્રતાનો આંચકો હોવાથી મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. જેનું કેન્દ્રબિન્દુ જામનગર શહેરથી 14 કિ.મી. દૂર આવેલા જીવાપર પાસે નોંધાયું હતું.
 
સરદાર સરોવર નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત છે
સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડ અનુસાર, 6.5ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિ.મી.ની ત્રિજ્યામાં હોય તોપણ સલામત રહે એ રીતે કરવામાં આવ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે. આમ, ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, એના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની વિપરીત અસર અનુભવાઈ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતીક સમા આ બન્ને સ્ટ્રક્ચર્સ સંપૂર્ણપણે સલામત છે.
 
સ્ટેચ્યૂ પર 6.5ની તીવ્રતાનો ભૂકંપ તથા 220 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહીં થાય
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપર 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના 220 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહીં થાય. પ્રતિમાના નિર્માણમાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરાયો હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે.
 
ભરૂચ-નર્મદામાં 50 વર્ષમાં 23થી વધુ વખત ભૂકંપ
ભરૂચમાં 23 માર્ચ 1970ના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા 5.4 રિકટર સ્કેલની હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે. ભરૂચ, આમોદ, નેત્રંગ, આમોદ અને નબીપુર 50 વર્ષમાં ભૂકંપના આંચકાનાં એપી સેન્ટર રહી ચૂક્યાં છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો 20 ઓકટોબર 1980માં કેવડિયામાં 2.6 રિકટર સ્કેલ તથા 9મી જુલાઇ 1979માં રાજપીપળા ખાતે 2.6 રિકટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. ભરૂચ-નર્મદામાં 50 વર્ષમાં 23થી વધુ વખત ભૂકંપ આવી ચૂક્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child story - ચાર મિત્રો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments