Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના કાર્યકરે હળવદનાં PI પર ચઢાવી દીધી કાર, કચડીને હત્યાના પ્રયાસનો આક્ષેપ

Webdunia
બુધવાર, 13 મે 2020 (14:45 IST)
લૉકડાઉનનું ભાજપના આગેવાનો દ્વારા જ ઉલ્લઘન કરતા હોય તેવા દ્રશ્યો હળવદમાં જોવા મળી રહ્યા છે. ભાજપના આગેવાનો સિવાય તમામને લૉકડાઉનના નિયમો લાગુ પડતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ગતરાત્રીના હળવદના કડીયાના રહેવાસી અને ભાજપના આગેવાન અશોકસિંહ જાડેજા સરા ચોકડી નજીક પોતાની સફેદ કલરની કાર લઈને આવ્યા હતા અને ફરજ પરના પીઆઈ સંદીપ ખાંભલા સાથે અણછાજતુ વર્તન કરી અને પીઆઈ ખાંભલાને ધક્કો મારી તેના પર ગાડી ચઢાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસૂચકતા વાપરી પીઆઈ ખસી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાંદિપ ખાંભલા પર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ અશોકસિંહ જાડેજા વિરુદ્ધ ભારે કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.  જો આ સમયે પીઆઈ સંદીપ ખાંભલાએ પોતાના સ્વમાન અને ખાખીના સ્વમાન માટે મગરમચ્છ સામે બાથ ભરી છે. હવે શું ખાખી નેં આ જ રીતે અપમાનિત થવું પડશે?
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફૂલ મખાનાની ખીર મિનિટોમાં બનાવો; દિવસની શાનદાર શરૂઆત માટે સૌથી સરળ અને આરોગ્યપ્રદ રેસીપી

Peanut butter toast- તમારી સવારને ખાસ બનાવો, આ સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીનટ બટર ફ્રેન્ચ ટોસ્ટ અજમાવો.

શરીરમાં પ્રોટીનની ઉણપ થતા કઈ સમસ્યાઓ થઈ શકે છે ? જાણો કયા ફૂડસ પ્રોટીનની કમી દૂર કરે છે ?

Marriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

રણવીર અને દીપિકા ફરી માતા-પિતા બનવાના છે; પુત્રી દુઆ સાથે સુંદર અંદાજમાં બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરો

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

આગળનો લેખ
Show comments