Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આત્મા યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારીત કર્મચારીઓના પગારમાં 10 ટકા ઈન્ક્રિમેન્ટ મંજુર

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (14:36 IST)
બ્લોક ટેકનોલોજી મેનેજરને 30 હજાર, આસીસ્ટન્ટ ટેકનોલજી મેનેજરને 20 હજાર માસિક પગાર ચૂકવાશે 
 
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત “સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ (આત્મા) યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન હેઠળ આત્મા યોજનાની મોડીફાઈડ ગાઈડલાઈન-2018 મંજુર કરીને રાજ્યોને આત્માની રિવાઈઝડ ગાઈડલાઈન-2018 પ્રમાણે અમલીકરણ કરવા જણાવાયું છે.
 
કર્મચારીઓના પગારમાં 10 ટકા ઈન્ક્રિમેન્ટ મંજુર કરાયું
મંત્રી રાઘવજીભાઈએ ઉમેર્યું કે, ખેડુત મિત્રના કન્ટીજંસી ખર્ચમાં 6 હજારના બદલે 12 હજાર, વાર્ષિક તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજરના માનદવેતનમાં 25 હજારના બદલે 30 હજાર અને આસીસ્ટન્ટ ટેકનોલજી મેનેજરના માનદ વેતનમાં 15 હજારના બદલે 20 હજાર રૂપિયા માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કરાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત માનવબળ માટે 10 ટકા ઇન્ક્રીમેન્ટની જોગવાઇ કરવામાં આવેલ છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓના પગારમાં ઘણા વર્ષથી પડતર 10 ટકા ઇજાફાને મંજુર કરવામાં આવ્યો છે.
 
આત્મા યોજના પ્રાયોગિક ધોરણે 2005માં અમલમાં આવી હતી
તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલચર ટેકનોલજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) ગુજરાત રાજયમાં પ્રાયોગિક ધોરણે 2005માં અમલમાં આવી હતી. આ યોજનાનું મુખ્ય કાર્ય જીલ્લાની તમામ કૃષિ વિષયક સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું છે. ‘આત્‍મા’ યોજના હેઠળ જીલ્‍લાના તમામ ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્‍ય કક્ષાએ જાહેર સંસ્‍થાઓ, ખાનગી સંસ્‍થાઓ, એનજીઓ, પેરા એકસ્‍ટેન્‍શન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્‍નોથી રસ ધરાવતા ખેડૂતોના જૂથો (ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગૃપ્‍સ)ની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments