નોર્થ અમેરિકામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં અચાનક પક્ષીઓનું ટોળું આકાશમાંથી જમીન પર પડી ગયું.
ટોળામાં સેંકડો પીળા માથાવાળા કાળા પક્ષીઓનો સમાવેશ હતો. આમાંના ઘણા પક્ષીઓ મૃત્યુ પામ્યા. ઘટના 7 ફેબ્રુઆરીની જણાવવામાં આવી રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ટ્વિટર પર 1.4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ઘણા લોકોએ આ ઘટના માટે પ્રદૂષણ, 5G ટેક્નોલોજી અને પાવર કેબલને જવાબદાર ઠેરવ્યા છે.