Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: દસ્તાવેજો વિના હેરાફેરી થતો રૂ. 4.25 કરોડનો કિંમતી જથ્થો ઝડપાયો

વેબદુનિયા ન્યુઝ ટીમ
મંગળવાર, 2 જૂન 2026 (15:43 IST)
GST raid
અમદાવાદમાં રાજ્ય વેરા વિભાગની (સ્ટેટ GST) મોબાઇલ સ્ક્વોડ ટીમે કરચોરી સામે એક મોટી સફળતા મેળવી છે. ખાસ ચેકિંગ અભિયાન દરમિયાન ટીમે યોગ્ય દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે પરિવહન થઈ રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનનો જથ્થો ઝડપી પાડ્યો છે. જીએસટી વિભાગની આ ઓચિંતી કાર્યવાહીથી બેનામી હેરાફેરી અને કરચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
 

કરોડોનું સોનું, ચાંદી અને કિંમતી પથ્થરો કાનૂની પુરાવા વિના ઝડપાયા

પ્રાથમિક તપાસ દરમિયાન મોબાઇલ સ્ક્વોડને વાહનમાંથી અંદાજે ૧૨૦ કિલોગ્રામ ચાંદી, ૭૦૦ ગ્રામ સોનું અને આશરે ૩ કિલોગ્રામ જેટલા કિંમતી પથ્થરો મળી આવ્યા હતા. બજાર કિંમત મુજબ આ સમગ્ર જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૪.૨૫ કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જ્યારે માલસામાનના પરિવહન સાથે જોડાયેલા બિલ અને કાનૂની દસ્તાવેજોની માંગણી કરી, ત્યારે તેમાં મોટી ખામીઓ જણાતા તંત્ર દ્વારા આ આખો જથ્થો તાત્કાલિક જપ્ત કરી લેવાયો હતો.

ગેરકાયદેસર વેપાર સામે કડક વલણ અને આગળની તપાસ તેજ

રાજ્યમાં ટેક્સ ચોરી અટકાવવા અને ગેરકાયદેસર વેપાર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે જીએસટી વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સઘન ચેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે. જીએસટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે જપ્ત કરાયેલા આ કિંમતી માલનો અસલી સ્ત્રોત કોણ છે, તેની માલિકી કોની છે અને આ વ્યવહારો કોના ઈશારે થઈ રહ્યા હતા તે અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કરચોરી સાબિત થશે તો જવાબદારો સામે કડક કાનૂની પગલાં લેવાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ઐતિહાસિક જીત પછી ગુરૂની શરણમાં વિરાટ કોહલી અને અનુષ્કા, સાદગીભરેલા અંદાજમાં ઉઘાડા પગે પહોચ્યા આશ્રમ, પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ

ગુજરાતી જોક્સ - સૌથી ઝડપી વસ્તુ

ગુજરાતી જોક્સ - તમે નહીં, તમારા પાડોશીને આપજો

ગુજરાતી જોક્સ - 5 અને 5 કેટલા થાય

ગુજરાતી જોક્સ - મને બર્ડ ફ્લૂ થયો હતો

આગળનો લેખ
Show comments