Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અહેમદ પટેલના ટ્વિટનો નીતિન પટેલે જવાબ આપ્યો, રાહુલ ગાંધીને ખુશ કરવા કર્યું ટ્વિટ

અહેમદ પટેલના ટ્વિટનો નીતિન પટેલે જવાબ આપ્યો, રાહુલ ગાંધીને ખુશ કરવા કર્યું ટ્વિટ
, શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (12:23 IST)
કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલે ટ્વીટ કર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણકાર્યમાં ચીનના મજૂરોનો હાથ છે. જેના જવાબમાં ડે.સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટમાં કોઇ ભારતીપણું જોઇ શકતી નથી. અહેમદ પટેલનું ટ્વીટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજી રાખનારું છે.આશરે 4000 ભારતીય મજૂરો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યમાં અટવાયેલા છે. જ્યારે વિદેશના માત્ર 200 મજૂરો કામ કરી રહ્યા છે.


અહેમદ પટેલે સરદાર પટેલ સ્મારક પાસે નિર્માણકાર્યમાં રહેલા ચીનના મજૂરોનો ફોટો ટ્વીટ કર્યો હતો. જેમાં બે ચીનીઓ વાત કરી રહ્યા છે જ્યારે ત્રણ મજૂરો નિર્માણકાર્ય પૂર્ણ કરીને પરત ફરી રહ્યા છે. આ અંગે નીતિન પટેલે ઉમેર્યું કે, વિવાદ ઊભો કરવા માટે કોંગ્રેસ નાના છોકરાઓ જેવું વર્તન કરે છે. અહેમદ પટેલનું ટ્વીટ દેશવાસીઓને તેમના માર્ગ પરથી વિચલીત કરી રહ્યું છે.અહેમદ પટેલે જાણવું જોઇએ કે આ પ્રોજેક્ટ સાઇટ પર 4000 જેટલા ભારતીય મજૂરો અને 200 જેટલા ઈજનેર મજૂર કામ કરી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. અહેમદ પટેલને પ્રોજેક્ટમાં ભારતીયપણું કેમ દેખાતું નથી. દુનિયાની સૌથી મોટી પ્રતિમાનું ગુજરાતમાં અસ્તિત્વ અંગે ગૌરવ લેવાના બદલે કોંગ્રેસ તેને વખોડી રહી છે. આ સરદાર પટેલનું અપમાન છે. જે કોંગ્રેસે કર્યું છે.  અહેમદ પટેલને વિદેશી મજૂરો અને નિષ્ણાંતો જ દેખાય એટલે એ વાત સ્પષ્ટ છે કે અહેમદ પટેલ રાહુલ ગાંધીને રાજી રાખવા માગે છે. ગત ગુરુવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીને તૈયાર કર્યું છે. એટલે નીતિન પટેલે કોંગ્રેસને મેડ ઇન ઈટાલી કહ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

25 વર્ષ સુધી કંપનીમાં ઈમાનદારીથી કામ કરનારા કર્મચારીઓને સાવજી ઢોલકિયાએ આપી મર્સિડીઝ બેંજ