Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઠેર ઠેર લાગ્યા આસારામનાં પોસ્ટર, મામલો બિચકતાં AMCએ આપ્યાં હટાવવાનાં આદેશ

Webdunia
મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (12:53 IST)
AMTS બસ સ્ટેન્ડ પર કોર્પોરેશને આસારામનાં પોસ્ટરો લગાવતા વિવાદ થયો હતો. 1
હતાં. જે હોર્ડિંગ્સને હવે કોર્પોરેશન દ્વારા જ હટાવવામાં આવશે.14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતાં વેલેન્ટાઇન ડેની આસારામ આશ્રમની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને આા અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવતાં લોકોમાં રોષની લાગણી છવાઇ હતી. આ પોસ્ટરોને કારણે સોશિયલ મીડિયા પણ ગરમાયું હતું અને તેમના વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.આ અંગે અમદાવાદનાં મેયર બિજલબેન પટેલે કહ્યું કે, 'કોઇપણ મંજૂરી આપવામાં આવી હોય ત્યારે નામજોગ તે લોકોએ દરખાસ્ત નથી કરી હોતી પરંતુ હવે એએમસીનાં ધ્યાનમાં તે આવ્યું છે એટલે તેને ઉતારી લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે.'આ પહેલા ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આસારામ આશ્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, 14 ફેબ્રુઆરી, 2019ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આપની સંસ્થા દ્વાર નવીન અભિયાનનો શુભારંભ કરેલ છે, જે સરાહનીય છે. આપનું આ મહાઅભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યા-કુમારો, યુવાન-યુવતિઓ આજના આધુનિક યુગમાં માતા-પિતા પ્રત્યેની ફરજો સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે. આપની સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી શુભકામના પાઠવું છું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments