Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટ પર ચાલુ વર્ષે એક જ મહિનામાં 10 લાખ મુસાફરોનું આવાગમન

Webdunia
ગુરુવાર, 4 મે 2023 (19:04 IST)
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાલુ વર્ષે એક જ મહિનામાં 10 લાખથી વધુ મુસાફરો આવાગમન કર્યું છે. ગત નાણાંકીય વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી 01 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉનાળુ વેકેશનને લઈને બહારગામ જતા મુસાફરોની સંખ્યા વધી છે. એપ્રિલ મહિનામાં વધુ મુસાફરો અમદાવાદ એરપોર્ટને મળ્યા છે.તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટે ડોમેસ્ટિક ટર્મિનલમાં સિક્યોરિટી ચેક વિસ્તારમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલ બહાર નવો કન્ટેનર રિટેલ વિસ્તાર અને ડ્રોપ-ઓફ લેનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં વધારો થવાથી મુસાફરોને 1800 સ્કવેર મીટર કરતાં વધુ મોકળાશની જગ્યા મળશે. મુસાફરોની સરળતા માટે ડોમેસ્ટિક પ્રસ્થાનમાં સાત ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. ફક્ત હેન્ડબેગ સાથે મુસાફરી કરતા મુસાફરો પણ વેબ ચેક-ઇન કરાવી શકે છે, બોર્ડિંગ પાસ મેળવવા તેઓ પ્રસ્થાન સમયને બચાવવા સેલ્ફ-ચેક-ઇન મશીનોનો ઉપયોગ પણ કરી શકે છે. ​​​​​​​​​​​​​​દેશના તમામ લોકપ્રિય સ્થળો અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા એરલાઇન્સ ડાયરેક્ટ કે વાયા ફ્લાઇટસ ઉમેરી નવા સ્થળો ઉમેરતી રહે છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટે નવા ગંતવ્ય સ્થાનો સાથે જોડાયુ છે. હૈદરાબાદ, ઇન્દોર, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ અને લખનૌનો જેવા મહાનગરોની ફ્લાઈટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો નાસિક અને પંતનગર વાયા જયપુર જેવા શહેરોના ઉમેરવાની સાથે ફ્રિક્વન્સીમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ઉનાળુ ટાઇમટેબલના અમલ બાદ અમદાવાદ એરપોર્ટ 09 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે 39 ડોમેસ્ટિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments