Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરી થશે

Webdunia
મંગળવાર, 31 જુલાઈ 2018 (12:39 IST)
રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. જેના અંતર્ગત ૧૫મી ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકે CM વિજય રૂપાણી સુરેન્દ્રનગર ખાતે ધ્વજવંદન કરાવશે. જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાવનગર ખાતે અને ડે. સીએમ નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો તથા જિલ્લા કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરાવશે. ગુજરાતના વિવિધ જિલ્લા મથકોએ કોણ-ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગત અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં આર.સી.ફળદુ, અમદાવાદ ખાતે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ ખાતે, કૌશિક પટેલ સુરત ખાતે, સૌરભ પટેલ મહેસાણા ખાતે, ગણપતસિંહ વસાવા દાહોદ ખાતે, જયેશ રાદડિયા જામનગર ખાતે, દિલીપ ઠાકોર કચ્છ ખાતે, ઇશ્વર પરમાર ભરૂચ ખાતે, કુંવરજી બાવળિયા અમરેલી ખાતે ધ્વજવંદન કરાવશે.
જયારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં  પ્રદિપસિંહ જાડેજા જૂનાગઢ ખાતે, પરબત પટેલ બનાસકાંઠા ખાતે, બચુ ખાબડ પંચમહાલ ખાતે, જયદ્રથસિંહ પરમાર ખેડા ખાતે, ઇશ્વરસિંહ પટેલ વલસાડ ખાતે, વાસણભાઇ આહિર પાટણ ખાતે, વિભાવરી દવે સાબરકાંઠા ખાતે, રમણ પાટકર આણંદ ખાતે અને કિશોર કાનાણી નવસારી ખાતે ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત મોરબી, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગિર-સોમનાથ, તાપી, બોટાદ, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે, એમ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments