Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં આરોપીઓને સવલતો આપનારા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (17:42 IST)
રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે કાર અથડાવા જેવી બાબતે ઘર્ષણ સર્જાયું હતું. સમગ્ર મામલો ડિસ્ટ્રીક્ટ જજ સુધી પહોંચતા તેમને પોલીસ કમિશનરને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ડીસીપી મનોહરસિંહ જાડેજાને ઘટનાસ્થળે પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચના આપી હતી. તો સાથે જ સમગ્ર મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારીને આપી હતી. આ સમગ્ર મામલે તપાસમાં પી.એસ.આઇ બી બી રાણા, કોન્સ્ટેબલ ભુપેન્દ્ર વાઘેલા, કોન્સ્ટેબલ મયુરસિંહ પરમાર અને યશપાલસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજકોટ પોલીસના બે પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ, જયપાલસિંહ દ્વારા લૂંટના ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા ખાનગી કારમાં લઈ આવ્યા હતા. ત્યારે કોર્ટ કંપાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલી એડવોકેટ તુષાર ગોકાણીની કાર સાથે પોલીસ કોન્સ્ટેબલની કાર અથડાઈ હતી. જેના કારણે વકીલો અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ આમને સામને આવી ગયા હતા. કાર અથડાતા બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીએ બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક સમયે તો પોલીસ કોન્સ્ટેબલ અને એડવોકેટે એકબીજાના કોલર પણ પકડી લીધા હતા. સમગ્ર મામલે એડવોકેટ દ્વારા ડિસ્ટ્રીક્ટ જજને અરજી પણ કરવામાં આવી હતી. વકીલોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા આરોપીઓને સવલતો આપવામાં આવે છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં સરકારી ગાડીમાં રજુ કરવાના હોય છે. જોકે તેની જગ્યાએ પોલીસ આરોપીઓને ખાનગી કારમાં બેસાડીને કોર્ટમાં લાવતી હોય છે. ત્યારે સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments