અમેરિકાથી દેશનિકાલો અપાયેલા ભારતીયોને લઈને વિમાન C-17 બુધવારે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. વિમાનને બરાબર 2:15 વાગ્યે એવિએશન ક્લબ તરફ અમૃતસર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું. તેમાં 104 ભારતીયો સવાર હતા. તે બધાને હાથકડી લગાવીને યુએસ આર્મીની દેખરેખ હેઠળ મોકલવામાં આવ્યા છે.
આ વિમાને મંગળવારે અમેરિકાના ટેક્સાસના સૈન એંટોનિયોથી ઉડાન ભરી હતી. જો કે લગભગ 35 કલાકની ઉડાન ભરીને અમૃતસર પહોચ્યુ. બીજી બાજુ વિમાન પહોચવાના ઠીક પહેલા ભારત સરકાર વિવિધ વિભાગોના અધિકાર પણ એયરપોર્ટ પર પહોચી ગયા. જેમા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેયર, ગૃહ વિભાગ, ભારતીય સેના સહિત અનેક અન્ય વિભાગના અધિકારી સામેલ છે.
વિમાનના અમૃતસર પહોચ્યા પછી એવિએશન ક્લબમાં જ અમેરિકાથી આવેલ અધિકારીઓ અને ભારત સરકારે વિવિધ વિભાગોના અધિકારીઓની મીટિંગ કરવામાં આવી. જો કે મીટિંગ કયા મુદ્દા પર રહી, તેના પર હાલ કોઈપણ અધિકારી તરફથી ચોખવટ કરવામાં આવી નથી. પણ સૂત્રોના મુજબ અમેરિકી અધિકારીઓએ ભારતના અધિકારીઓ સામે ગેરકાયદેસર આવનારા લોકોના મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવ્યા છે. સાથે જ ભવિષ્યમાં તેના પર ઓક લગાવવા માટે કહ્યુ છે. આ ઉપરાંત, જે એજન્ટો ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલી રહ્યા છે. તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા બધા ભારતીય
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા તમામ ભારતીયોને હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને વિમાનમાં લાવવામાં આવ્યા હતા. જોકે, યુએસ સરકારે આવુ કેમ કર્યું તે એક મોટો પ્રશ્ન છે. ભારત સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કસ્ટમ અને ઈમીગ્રેશન ચેકિંગ પછી બધાને ઘરે મોકલ્યા
વિમાનમાંથી ઉતર્યા પછી, બધા ભારતીયોને કસ્ટમ અને ઇમિગ્રેશન તપાસ માટે મોકલવામાં આવ્યા. ઉપરોક્ત વિભાગો દ્વારા બધાના દસ્તાવેજો અને પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવી રહી છે જેથી એ જાણી શકાય કે ભારતના કોઈપણ રાજ્ય કે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ છે કે નહીં. જો કોઈની સામે આવો કોઈ રેકોર્ડ મળશે તો તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવશે અને કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તપાસ ચાલી રહી છે.
હરિયાણા, ગુજરાત, પંજાબ સહિત અનેક રાજ્યોના લોકો સામેલ
બુધવારે અમેરિકાથી ભારત લાવવામાં આવેલા ૧૦૪ ભારતીયોમાં ગુજરાતના ૩૩, હરિયાણાના ૩૪, પંજાબના ૩૦, મહારાષ્ટ્રના ૩ અને ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ૨-૨નો સમાવેશ થાય છે. આમાં આઠ થી દસ વર્ષના કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, યુએસ સરકાર દ્વારા કુલ 205 લોકોની યાદી બહાર પાડવામાં આવી હતી. બાકીના લોકો ક્યારે આવશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી.