મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર લાડકી બહિન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપી રહી છે. આ યોજનાએ મહિલાઓની આર્થિક સ્થિતિ સુદ્દઢ કરી છે. પણ આ યોજના હેઠળ એક મોટી વાત કહેવામા આવી છે જેના મુજબ જે મહિલાઓ પાસે કાર હશે તેમને લાડકી બહિન યોજનાનો લાભ નહી મળે. ઉલ્લેખનીય છે કે લાડકી બહિન યોજનાને એકનાથ શિંદેના નેતૃત્વવાળી અગાઉની સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં જ શરૂ કરી હતી. જેના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. લોકસભા ચૂંટણી પરિણામ પછી આ વાત કહેવામાં આવી રહી હતી કે નવેમ્બર 2024માં થયેલ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધન મહયુતિની જીતમાં આ યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી.
માઝી લાડકી બહિન યોજનાની પાત્રતા શુ છે ?
માઝી લાડકી બહિન યોજનાએ મહારાષ્ટ્ર સરકારની તરફથી કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવી છે જેમા.
1. માઝી લાડકી બહિન યોજનાનો લાભ ફક્ત મહારાષ્ટ્રમાં રહેનારી મહિલાઓને જ આપવામાં આવે છે.
2. યોજનામાં ફક્ત એ મહિલાઓને લાભ મળશે જેમની વય 21 વર્ષથી લઈને 65 વર્ષ વચ્ચે હશે.
3. યોજનાઓ લાભ લેવા માટે મહિલાની પારિવારિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
4. જો મહિલાના પરિવારમાં ટ્રેક્ટર કે ફોર વ્હીલર વાહન છે તો મહિલાને યોજનાનો લાભ નહી આપવામાં આવે.
5. લાડકી બહિન યોજનામાં વિવાહિત, વિધવા, ડાયવોર્સી, ત્યકતા અને નિરાશ્રિત મહિલાને યોજનાનો લાભ મળે છે.
6. મહિલાના પરિવારમાં કોઈપણ વ્યક્તિ ઈનકમ ટેક્સ ભરે છે તો એ મહિલાને યોજનાનો લાભ નહી મળે.