baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લખનૌમાં ભયાનક માર્ગ અકસ્માત; વાન, ઈનોવા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર

Horrible road accident in Lucknow; Heavy collision between van
, શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (08:38 IST)
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઈન્દિરા કેનાલ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાન, ઈનોવા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત ચાર લોકોના મોત થયા હતા જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. લોહિયા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.
 
આ રીતે અકસ્માત સર્જાયો હતો
મળતી માહિતી મુજબ, કિસાન પથ પર ગુરુવારે લગભગ 8 વાગે એક કવ્વાલી ટીમ બિહારથી બદાઉન ઈનોવામાં જઈ રહી હતી. તેમાં આઠ લોકો હતા. કિસાન પથ પર બીબીડી વિસ્તારમાં ઈનોવા પાછળથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આવી સ્થિતિમાં ઇનોવા ચાલકે સ્પીડ ધીમી કરી હતી.

સ્પીડ ઓછી થતાં જ ટ્રક વધુ ઝડપે ઈનોવા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ બંનેની ટક્કર બાદ ટ્રકની પાછળ આવતી વાન તેની સાથે અથડાઈ હતી. વાન પાછળ આવતા કન્ટેનર તેની સાથે અથડાયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sale of liquor banned- આ 17 શહેરોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ; સીએમ મોહનની કાર્યવાહી