Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકાશમાં ભારતની 'ત્રીજી આંખ', કેમ ગભરાય રહ્યુ છે ચીન અને પાકિસ્તાન ?

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (12:03 IST)
ભારતે શુક્રવારે અંતરિક્ષના ક્ષેત્રમાં ઈતિહાસ રચી દીધો છે. સવારે 9.28 પર ઈસરોએ શ્રી હરિકોટાથી 31  ઉપગ્રહોને લૉંચ કર્યા. આ સાથે જ ઈસરોના ઉપગ્રહોની સદી પૂર્ણ થઈ ગઈ છે.   ઇસરો તરફથી પીએસએલવી-સી-40  રોકેટ થકી લોન્ચ કરવામાં આવેલા 31 સેટેલાઇટમાં 28 વિદેશી અને ત્રણ સ્વદેશી ઉપગ્રહ સામેલ છે. વિદેશી સેટેલાઇટની વાત કરીએ તો તેમા કેનેડા, ફીનલેન્ડ, ફ્રાન્સ, દ.કોરીયા, બ્રિટન અને અમેરિકાના ઉપગ્રહ સામેલ છે. 
 
ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરી 2017એ એકસાથે 104 ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલીને ISROએ એવો ઇતિહાસ રચ્યો  હતો, જેને આજ સુધી કોઇ તોડી શક્યું નથી.ઈસરો અને એંટ્રિક્સ કૉર્પોરેશન લિમિટેડની વચ્ચે થયેલી વ્યાપારીક સમજૂતી હેઠળ આ 28 આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોને છોડવામાં આવ્યા છે. આ 100મો ઉપગ્રહ કાર્ટોસેટ-2 શ્રેણીનો ત્રીજો ઉપગ્રહ છે.
 
કેમ ગભરાય રહ્યુ છે ચીન અને પાકિસ્તાન ? 
 
આ ઉપગ્રહ દ્વારા ઘરતીના ફોટા લઈ શકાય છે. બોર્ડર પર આતંકવાદીઓની ગતિવિધિયો પર નજર રાખવામાં ભારતને સહેલાઈ રહેશે. આ એક અર્થ ઈમેજિંગ સેટેલાઈટ છે જે દુશ્મન પર નજર રાખવામાં કામ આવશે.  આ ઉપગ્રહની મદદથી આપણે બોર્ડર પર પણ પાકિસ્તાન અને ચીનની ગતિવિધિયો પર નજર રાખી શકીએ છીએ. 
 
આ માટે છે ખાસ 
 
પૃથ્વી અવલોકન માટે 710 કિલોગ્રામના કાર્ટોસેટ-2 શ્રેણી મિશનનું પ્રાથમિક ઉપગ્રહ છે. આ સાથે જ આ યાત્રી ઉપગ્રહ પણ છે. જેમા 100 કિલોગ્રામના માઈક્રો અને 10 કિલોગ્રામના નૈનો ઉપગ્રહનો સમાવેશ છે. કુલ 28 આંતરરાષ્ટ્રીય સહ-યાત્રી ઉપગ્રહમાંથી 19  અમેરિકા પાંચ દક્ષિણ કોરિયા અને એક એક કનાડા ફ્રાંસ અને બ્રિટન તેમજ ફિનલેંડનો છે. 
 
અકળાયુ પાકિસ્તાન 
 
ભારતની આ સફળતા પર પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ કે ભારત જે ઉપગ્રહોનુ પ્રક્ષેપણ કરી રહ્યુ છે તેનાથી એ બેવડી નીતિ અપનાવી રહ્યુ છે. આ ઉપગ્રહોનો ઉપયોગ નાગરિક અને સૈન્ય ઉદ્દેશ્યમાં કરી શકાય છે. તેથી આ જરૂરી છે કે તેનો ઉપયોગ સૈન્ય ક્ષમતાઓ માટે ન કરવામાં આવે. જો આવુ થાય છે તો તેનો ક્ષેત્ર પર ખોટો પ્રભાવ પડશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments