Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઈસરોએ છોડેલા GSLV MARK 3Dમાં જાણો વિક્રમ સારાભાઈનું સપનું કેવી રીતે સાકાર થયું.

ઈસરોએ છોડેલા GSLV MARK 3Dમાં જાણો વિક્રમ સારાભાઈનું સપનું કેવી રીતે સાકાર થયું.
, મંગળવાર, 6 જૂન 2017 (12:32 IST)
ઈસરો એક એવી સંસ્થા બની ગઈ છે કે જેનું નામ હવે દુનિયાના તમામ દેશોમાં ચર્ચાતું થઈ ગયું છે.  તાજેતરમાં ઈસરોએ મંગળયાન મોકલ્યું ત્યાર બાદ અન્ય સેટેલાઈટ પણ અંતરિક્ષમાં મોકલ્યા. ઇસરોના સૌથી શક્તિશાળી GSLV MARK 3D લોંચ થતા રાષ્ટ્રએ સેટેલાઇટ લોંચિગમાં સંપુર્ણ સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે.આ પ્રોજેક્ટની સફળતા પાછળ ઇસરના તમામ સેન્ટરની ટીમની તનતોડ મહેનત જવાબદાર છે.  ત્યારે આપણા ગુજરાતનું અમદાવાદ સેન્ટર પણ તેમાં સહભાગી થયું છે.  

જીએસએલવીના તમામ પ્રોજેક્ટમાં અમદાવાદ ઇસરની સૌથી મોટી અને મહત્વની ભૂમિકા રહી છે. GSLV MARK 3Dમાં ઇનસાઇડ કેમેરા ડીઝાઇન કરવાનું અને લોંચ બાદ તે કેમેરને ડેવલપ કરી કેમેરા થકી કામ લેવાનું કામ અમદાવાદ ઇસરો સેન્ટરની ટીમ કરે છે. આ પ્રોજેક્ટમાં સેટેલાઇટના તમામ કેમેરાનું કામ અમદાવાદ ઇસરોની ટીમે કર્યુ છે. થ્રીડી ઇમેજ હોય તે સાદી તસવીર, કેમેરા ફંક્શનનું દરેક કામ અમદાવાદ ઇસરોની ટીમ કરી રહી છે. આ પ્રોજેક્ટ માટે અમદાવાદની આખી ટીમે સારી એવી કમર કસી છે. કેમેરાને એરોનોટિક્સની ભાષામાં પેલોડ કહેવામાં આવે છે. જેને ટેકનિકલી મેનેજ કરવા પડે.  જ્યારે પણ અવકાશી પ્રોજેક્ટને લોંચ કરવામાં આવે છે ત્યારે સારાભાઇને યાદ કરવામાં આવે છે. વિક્રમ સારાભાઇનું સ્વપ્ન અવકાશી પ્રોજેક્ટ ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરવાનું હતુ. જે હવે સાકાર થયું છે. વિશ્વના અનેક દેશને હવે કોઇ પણ સેટેલાઇટના લોચિંગ કે થ્રીડી ઇમેજ માટે ભારત પર આધાર રાખવો પડશે. દેશમાં જ મહત્વના એન્જિનનું ઉત્પાદન અને દેશમાંથી લોચિંગ થાય એ વિક્રમ સારાભાઇનું સપનું હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીપાવાવના દરિયાકાંઠે વહેલ માછલીનો મૃતદેહ તાણાઈ આવ્યો