Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મુંબઈ - 8થી 10 જૂન સુધી ભારે વરસાદની ચેતાવણી, ગુજરાતમાં આ શહેરોમાં થશે ભારે વરસાદ

મુંબઈ - 8થી 10 જૂન સુધી ભારે વરસાદની ચેતાવણી, ગુજરાતમાં આ શહેરોમાં થશે ભારે વરસાદ
મુંબઈ , મંગળવાર, 5 જૂન 2018 (13:33 IST)
. મુંબઈ વરસાદની એંટ્રી થઈ ચુકી છે. લોકોને ઉમસ અને ગરમીથી રાહત મળી છે. સાથે આવનારા દિવસમાં ભારે વરસાદની ચેતાવણી બતાવી છે. 8 જૂનથી 10 જૂન વચ્ચે ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.  જે શહેરની ગતિને રોકી શકે છે.  રિપોર્ટ્સ મુજબ આ અઠવાડિયામાં વરસાદ અનેક જૂના રેકોર્ડ્સ પણ તોડી શકે છે. 
 
આ પહેલા સોમવારે જ 42 મિલીમીટર વરસાદ થવાથી શહેરમાં અનેક સ્થાન પર પાણી ભરાય ગયા. જમીન અને આકાશ બંને જગ્યાએ ટ્રાફિક અવરોધાયો. મુંબઈ એયરપોર્ટ પર પણ મોસમની ખરાબીને કારણે 18 ઉડાનને ડાયવર્ટ કરવામાં આવી છે જે આવનારા દિવસમાં ચાલુ રહી શકે છે. લોકોએન વરસાદથી રાહત તો મળી પણ જેજે ફ્લાયઓવર, મોહમ્મદ અલી રોડ, મીરા રોડ અને મુલુંડ જેવા સ્થાન પર પાણી ભરાય જવાને કારણે ગાડીઓ ફંસાય ગઈ. બીજી બાજુ લોકલમાં તકનીકી ખરાબી પણ જોવા મળી. આ અઠવાડિયે મુસીબત વધવાની શક્યતા છે 
webdunia
મોસમ વિભાગનુ અનુમાન લગાવનારી સ્કાયમેટ મુજબ મુંબઈમાં વીકેંડ પર ભારે વરસાદની શક્યતા છે.  સ્કાયમેટના સીઈઓ જતિંસિંહે ટ્વીટ કરી માહિતી આપી કે 6 જૂનથી શરૂ થનારા અઠવાડિયામાં ભારે વરસાદ થશે.  8, 9 અને 10 તારીખે ભારે વરસાદની શક્યતા બતાવાય છે. એજંસી મુજબ આ વિશે એલર્ટ રજુ કરવુ જોઈએ. એજંસીએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. 
webdunia
સ્કાયમેટના વાઈસ પ્રેસિડેંટ મહેશ પાલાવતે જણાવ્યુ છે કે કોંકણ અને ગોવા ઉપર ચક્રવાત બનતો દેખાય રહ્યો છે જે મહારાષ્ટ્રના તટ પર પહોંચશે.  આ કારણે મુંબઈ, રત્નાગિરી, દહાણુ, ઠાણે અને સિંધુદુર્ગમાં ભારે વરસાદ 6 થી 10 જૂન સુધી થઈ શકે છે. આ ઉપરાંત 10-11 જૂનના રોજ સૂરત અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોટ યુવતીના ચક્કરમાં ફસાયેલા વેપારીનો કરુણ અંજામ, જાણો શું છે આખો બનાવ