Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારી કોલેજોમાં પ્રોફેસરો અને પ્રિન્સિપાલની મોટાભાગની જગ્યાઓ ખાલી!

Webdunia
મંગળવાર, 27 માર્ચ 2018 (12:30 IST)
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર હોવાનો દાવો સરકાર અનેક વખત કરતી રહે છે. પરંતુ ખુદ સરકારે જ તેમના આ દાવાઓ પોકળ સાબિત થાય તેવા આંકડાઓ રજૂ કર્યા છે. રાજ્યભરની સરકારી કોલેજોમાં પ્રોફેસરો અને પ્રિન્સિપાલની અનેક જગ્યાઓ ખાલી છે. જેના કારણે કોલજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેવી રીતે ઉચ્ચ શિક્ષણ મળતું હશે તે એક સવાલ છે. શિક્ષણ માટે અનેક અભિયાનો ચલાવતી રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી હોવાનું અનેક વખત ગાઇવગાડીને કહે છે. પરંતુ શિક્ષણમાં ખરેખર તો દિવા તળે અંધારા જેવી હાલત છે. રાજ્યમાં કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિશે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં સવાલ પૂછતા સરકારે આંકડાઓ રજૂ કર્યા હતા. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યભરની વિવિધ કોલેજોમાં પ્રોફેસરની કુલ 1519 જગ્યાઓ મંજૂર કરેલી છે. જેની સામે ફક્ત 616 જગ્યાઓ પર જ ભરતી કરાઇ છે. જ્યારે કે 903 જેટલી જગ્યાઓ ખાલી છે. કંઇક આવી જ હાલત કોલેજના પ્રિન્સિપાલની જગ્યાઓની છે. સરકારી કોલેજોમાં પ્રિન્સિપાલની કુલ 107 જગ્યાઓ મંજૂર થયેલી છે. જે પૈકી માત્ર 16 જગ્યાઓ જ ભરાયેલી છે. પ્રિન્સિપાલની 91 જગ્યાઓ હજુ પણ ખાલી છે. મતલબ કે રાજ્યની અનેક એવી કોલેજો છે જે નધણિયાત છે અને તેમા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ફરજ બજાવી રહ્યા છે. પ્રિન્સિપાલનો ચાર્જ પ્રોફેસરો સંભાળતા હોવાથી પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. આથી સરકાર ફક્ત વાતો કરવાને બદલે તાત્કાલિક પ્રોફેસરો અને પ્રિન્સિપાલની ભરતી કરે તે જરૂરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

આગળનો લેખ
Show comments