વિધાનસભાના અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ઠેલાવાની શક્યતાઓ
, મંગળવાર, 27 માર્ચ 2018 (12:05 IST)
ગુજરાત વિધાનસભાના સ્પીકર સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાય તેવી સંભાવના છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા તૈયાર હોવાનું મનાય છે, જ્યારે કોંગ્રેસના સસ્પેન્ડેડ 3 ધારાસભ્યો અંગે પણ મહત્વનો નિર્ણય થઇ શકે તેમ છે. અવિશ્વાસ અને સસ્પેન્ડેડ મુદ્દે આજે સવારે એક બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યાં હતાં. સમાધાન અંગે કોઇ જાહેરાત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગઇકાલે મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા વચ્ચે સમાધાન અંગેની લંબાણપૂર્વકની બેઠક મળી હતી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ લેવા તેમનું સસ્પેનશન રદ્દ કરવાની માંગ સાથે કોર્ટમાં અરજન્ટ હિયરિંગની માંગ કરાઇ છે. જે સંદર્ભે કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતાઓ છે. ધારાસભ્યો અંબરિષ ડેર અને પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે અને બળદેવજી ઠાકોરને એક વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આગળનો લેખ