Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળી પર હવામાનના અલગ-અલગ રંગો, 9 રાજ્યોમાં વરસાદ-તોફાન, 5માં હીટવેવની ચેતવણી,

weather Update/ IMD image
, શુક્રવાર, 14 માર્ચ 2025 (08:20 IST)
રંગોના તહેવાર હોળીની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે શુક્રવારે 9 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વના રાજ્યો મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને નાગાલેન્ડમાં કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં ભારે ગરમી અને હીટવેવને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
 
આ રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાનમાં જોરદાર પવન અને ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે. મધ્ય ભારતના છત્તીસગઢમાં 3 દિવસ સુધી તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં.
 
આ રાજ્યોમાં તાપમાન વધશે
મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં આગામી 4-5 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. છત્તીસગઢ, તેલંગાણામાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર સહિત પૂર્વ ભારતમાં દિવસના તાપમાનમાં ઓછામાં ઓછો 5 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. 16 માર્ચે બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળી પર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, કારગિલ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં કેટલી છે તીવ્રતા?