ગુજરાતના ભુજ જિલ્લામાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. જેમાં કચ્છ સુરેન્દ્રનગર પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ,
સોમવારે, ભુજમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનનું સૌથી વધુ હતું. આ સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં સોમવારે મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે. આગામી બે દિવસ પણ લોકોને રાહત નહીં મળે. જો કે ત્યાર બાદ સતત 3 દિવસ સુધી તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી વિભાગે કરી છે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. સરકારે એડવાઈઝરી પણ જારી કરી છે. લોકોને હીટવેવ દરમિયાન સાવચેતી રાખવા અને શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.
આ રાજ્યોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ગરમીનું મોજું આવી શકે છે. આ સાથે જ વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, અમરેલી, દીવમાં હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત વિસ્તાર અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. ગુજરાત ઉપરાંત, હવામાન વિભાગે રાજસ્થાનમાં 11 અને 12 માર્ચ, વિદર્ભ વિસ્તારોમાં 11 થી 13 માર્ચ, ઓડિશામાં 13 અને 14 માર્ચ અને અરુણાચલ પ્રદેશમાં 10 થી 16 માર્ચ દરમિયાન હીટ વેવને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.
10 જિલ્લાઓને રેડ એલર્ટ
હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે અમદાવાદ શહેરને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે, જેમાં બપોરે 12 વાગ્યાથી અમદાવાદ શહેરમાં ઓછો ટ્રાફિક જોવા મળ્યો હતો.