લદ્દાખના કારગીલમાં શુક્રવારે સવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સવારે 2.50 વાગ્યે આવ્યો હતો, જેની ઊંડાઈ 15 કિલોમીટર હતી.
સક્રિય હિમાલય પ્રદેશમાં સ્થિત હોવાથી, લેહ અને લદ્દાખમાં વારંવાર ભૂકંપ અનુભવાય છે. શુક્રવારે સવારે પણ લદ્દાખના કારગીલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 2.50 વાગ્યે આવ્યો હતો, જેની ઉંડાઈ 15 કિલોમીટર હતી. લેહ અને લદ્દાખ બંને દેશના સિસ્મિક ઝોન-4માં આવે છે, આ ઝોન ભૂકંપના દૃષ્ટિકોણથી ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
15 કિમી પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સવારે 3 વાગ્યે ભૂકંપની માહિતી આપી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજે 14 માર્ચે સવારે 2.50 વાગ્યે લદ્દાખના કારગીલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સોશિયલ મીડિયા પર જમ્મુ અને કાશ્મીરના લોકોએ પણ કહ્યું કે તેઓએ ભૂકંપના આંચકા અનુભવ્યા.