કર્ણાટકમાં એનએચ150એ પર મંગળવારની સવારે એક દિલ દહેલાવનારો અકસ્માત થયો. આ દુર્ઘટના ચિત્રદુર્ગ જીલ્લાના મોનકલમુરુ તાલુકાના બોમ્મક્કનહલ્લી મસ્જિદ પાસે થયો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. મરનારાનાઓમાં બે બાળકો પણ સામેલ છે. કાર ચલ્લકેરેથી મોલકાલમુરુ થઈને બેલ્લારી જઈ રહી હતી. આ દર્દનાક દુર્ઘટનાનો CCTV ફુટેજ સામે આવ્યો છે. જેમા દેખાય રહ્યુ છે કે ડિવાઈડર સાથે અથડાયા પછી એક કાર 15 વાર પલટી. આ દરમિયાન કારમાં સવાર લોકો હવામાં ઉછળતા જોવા મળ્યા.
મરનારઓમાં 35 વર્ષીય મૌલા અબ્દુલ સામેલ છે. મૌલા કાર ચલાવી રહ્યા હતા. દુર્ઘટનામાં તેમના બે પુત્રો રહેમાન (15 વર્ષ) અને સમીર (10 વર્ષ) નુ પણ મોત થઈ ગયુ. મૌલાની પત્ની સલીમા બેગમ, તેમની મા ફાતિમા અને પુત્ર હુસૈન ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયુ છે. પોલીસે તેમને બલ્લારી વીઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. રામપુર પોલીસે ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો અને મામલો નોંધાવ્યો છે.
કાર ચલ્લકેરેથી મોલકાલમુરુ થઈને બેલ્લારી જઈ રહી હતી. ત્યારે આ દુર્ઘટના થઈ. રામપુર પોલીસે ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો અને મામલો નોંધવ્યો છે.