Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેંગલોરમાં પતિએ હત્યા કરી સૂટકેસમા નાખી પત્નીની બોડી, પછી મકાન માલિકને જાતે જ ફોન કરીને કહ્યુ મે તેને મારી નાખી, 24 કલાકમાં અરેસ્ટ

Murder
, શુક્રવાર, 28 માર્ચ 2025 (13:21 IST)
બેંગલોરમાં 27 માર્ચ 2025ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી. 32 વર્ષની મહિલાની બોડી સૂટકેસમાં ભરેલી મળી. આ ઘટના કર્ણાટકની રાજધાની બેંગલોરના હુલીમાયુ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ડોડ્ડાકમ્માનહલ્લી ગામમાં થઈ.  મહિલાની ઓળખ મહારાષ્ટ્રની રહેનારે ગૌરી સાંબરેકરના રૂપમાં થઈ છે. તે પોતાના પતિ રાકેશ ખેડેકર સાથે ગયા મહિને જ બેંગલુરૂમાં રહેવા આવી હતી. બંનેયે તાજેતરમા જ એ વિસ્તારમાં ફ્લેટ ભાડેથી લીધો હતો. 
 
પોલીસને આ મામલાની સૂચના સાંજે લગભગ સાઢા પાંચ વાગે મકાન માલિકે આપી. પોલીસ તરત જ ઘટના સ્થળ પર પહોચીને તપાસ કરી. મકાન માલિનનુ કહેવુ હતુ કે રાકેશે જ તેને ફોન કરીને હત્યાની માહિતી આપી હતી. ડેડ બોડીની તપાસ કરતા જાણ થઈ કે પીડિતાનુ ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. તેના શરીર પર ચપ્પુ મારવાના અનેક નિશાન હતા. જેનાથી હત્યાની ચોખવટ થઈ. હત્યા પછી બોડીને સૂટકેસમાં ઠૂંસવામાં આવી હતી.  
 
પોલીસે જણાવ્યુ કે દ્રશ્ય જોઈને સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે આ એક સુનિયોજીત ક્રાઈમ છે. પોલીસ ઉપાયુક્ત સારા ફાતિમાએ જણાવ્યુ કે આરોપી પતિ ઘટના પછી તરત જ પોતાના ઘરે પુણે ફરાર થઈ ગયો. જો કે અમારી ટીમે ત્યા પહોચીને તેની ધરપકડ કરી લીધી છે. તેને પૂછપરછ માટે બેંગલોર લાવવામાં આવી રહ્યો છે.  
 
અધિકારીઓનુ કહેવુ છે કે રાકેશની પૂછપરછ પછી જ હત્યાનુ યોગ્ય કારણ અને ઘટનાની આખી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. અત્યાર સુધી અનુમાન લગાવાય રહ્યુ છે કે વ્યક્તિગત વિવાદ કે ઘરેલુ હિંસાનુ પરિણામ હોઈ શકે છે. સ્થાનીક લોકોમા આ ઘટનાથી ભય ફેલાય ગયો છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેલમાં મહિલા કેદીઓને શારીરિક સંબંધોના બદલામાં મળે છે ભોજન, PM મોદીને લખેલા પત્રમાં ખુલ્યું સત્ય