બાલાજીના શહેર તિરુપતિમાં ચોરોએ આશ્ચર્યજનક રીતે મોટી ચોરીને અંજામ આપ્યો છે. તિરુપતિના CPR વિલામાં ચાર મકાનોમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ ઘટના તિરુચાનુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બની હતી. જ્યાં ચોર સોલાર ફેન્સીંગ કાપીને ઘરોમાં પ્રવેશ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ ચોરોને શોધવા સોસાયટીમાં લાગેલા સીસીટીવીને સ્કેન કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં ચોર વિલામાં પ્રવેશતા જોવા મળે છે.