Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral News - પિતાના અંતિમ સંસ્કાર માટે બે પુત્રો વચ્ચે લડાઈ, ડેડ બોડીના બે ટુકડા કરવાની જીદ

Viral News - પિતાના અંતિમ સંસ્કાર માટે બે પુત્રો વચ્ચે લડાઈ, ડેડ બોડીના બે ટુકડા કરવાની જીદ
, સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (15:50 IST)
MP News: મઘ્યપ્રદેશના ટીકમગઢમાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે. જ્યા પિતાના મોત પછી બે પુત્રો વચ્ચે અંતિમ સંસ્કારને લઈને વિવાદ થઈ ગયો. મોટા પુત્રએ તો એટલુ પણ કહી દીધુ કે ડેડ બોડીના બે ટુકડા કરીને અંતિમ સંસ્કાર કરી નાખો. આ દરમિયાન ત્યા હાજર સંબંધીઓ પણ નવાઈ પામ્યા.  
 
કલાકો સુધી જમીન પર પડી રહી ડેડ બોડી 
મોટો પુત્ર જીદ પર એવો અડ્યો કે ડેડ બોડી લગભગ 5 કલાક સુધી ઘરની બહાર જમીન પર પડી રહી. જેથી પોલીસે આવીને મામલો સંભાળ્યો. પોલીસ દ્વારા સમજાવવાથી બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  આખો મામલો  ટીકમગઢ જીલ્લાના જતારા પોલીસ મથક ક્ષેત્રની ગ્રામ પંચાયત તાલ લિધૌરાનો છે.  અહી 85 વર્ષીય ધ્યાની સિહ ઘોષનુ નિધન  થઈ ગયુ હતુ.  
 
નાના ભાઈએ કરી હતી દેખરેખ 
ધ્યાની સિંહના નાના પુત્ર દામોદર સિંહે પિતાની દેખરેખ કરી હતી. પિતાની મોત પછી તે અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો.   આ દરમિયાન મોટો પુત્ર કિશન સિંહ પોતાના પરિવાર સાથે પહોચી ગયો અને અંતિમ સંસ્કાર કરવાની જીદ પર અડી ગયો.  જેના પર નાના ભાઈએ વિરોધ કર્યો કે પિતાની બીમારી દરમિયાન દેખરેખ તેણે કરી હતી. 
 
બોડીના બે ટુકડા કરવાની વાત 
મામલો શાંત પડવાનુ નામ નહોતો લેતો જે જોઈને મોટાભાઈ કિશને પિતાની ડેડ બોડીના બે ટુકડા કરી અંતિમ સંસ્કાર કરવાની વાત કરી. તેણે કહ્યુ કે એક ટુકડાનો હુ અને એક ટુકડાનો તુ અંતિમ સંસ્કાર કરી લઈએ. ત્યારબાદ પોલીસે આવીને સમજાવ્યા. ત્યારે જઈને અંતિમ સંસ્કાર થયો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays Latest News Live -અમદાવાદની આ રોડ બનશે 6 લેન, ક્યારે પુરુ થશે કામ, જાણો પ્રોજેક્ટની સંપૂર્ણ ડિટેલ