દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ ભલે દુનિયામાંથી વિદાય લીધી હોય પણ તેમની ઉપસ્થિતિ આજે પણ સમાચારમાં છવાયેલી રહે છે. જો કે મામલો તેમની વસીયત સાથે જોડાયેલ છે. જેને હવે ખોલવામાં આવી. જેમા સૌને ચોંકાવનારો ખુલાસો 500 કરોડ રૂપિયાની રકમને લઈને થયો છે. જે રતન ટાટાએ જમશેદપુરના એક વ્યક્તિને ભેટ આપી દીધી હતી. આ વ્યક્તિનુ નામ પહેલા ક્યારેય પણ રતન ટાટા સાથે જોડાયુ નથી અને હવે તેમને 500 કરોડની સંપત્તિ મળતા તેમના નિકટના લોકો જ નહી પણ તેમનો પરિવાર પણ હેરાન છે. એટલુ જ નહી તેની માહિતી મળતા લોકોને નવાઈ પણ લાગી.
ઉલ્લેખનીય છે કે રતન ટાટાની તાજેતરમાં જ ખોલવામાં આવેલ વસીયતે અનેક લોકોને ચોંકાવી દીધા. જેમા તેમની શેષ સંપત્તિનો એક તૃતિયાંશ ભાગ જે 500 કરોડથી વધુ આંકવામાં આવ્યો છે તેને જમશેદપુરના એક અજ્ઞાત સહયોગી મોહિની દત્તાને આપવામાં આવ્યો છે. રતન ટાટાની બાકી સંપત્તિને ચેરિટી માટે સમર્પિત કરવામાં આવી છે અને તેમની સાવકી બહેનોને પણ પોતાની ભાગીદારી દાન કરવામાં રસ બતાવ્યો છે. રતન ટાટાની વસીયતમાં સૌથી ખાસ વાત એ છે કે તેમા સાવકા ભાઈ નોએલ ટાટાનુ નામ નથી.
સંપત્તિ વિતરણની થઈ શકે છે તપાસ
કાયદાકીય વિશેષજ્ઞોનુ માનવુ છે કે સંપત્તિના વિતરણ પર ઊંડી તપાસ થઈ શકે છે. 74 વર્ષીય મોહિની મોહન દત્તા ટાટા સમૂહના પૂવ કર્મચારી છે. તેમનો દાવો છે કે તે રતન ટાટાના નિકટસ્થ હતા અને તેમની વસીયતથી મોટી રકમ મળવાની આશા પણ કરી રહ્યા હતા. દત્તાએ રતન ટાટાની સંપત્તિને સ્વીકાર કરવા પર સહમતિ પણ બતાવી દીધી છે. દત્તાનો દાવો છે કે તેમની મુલાકાત 24 વર્ષની વયમાં રતન ટાટા સાથે થઈ હતી.